ધો.૬ થી ૮માં ૪,૩૫૧ શિક્ષકોની ભરતી કરવા સરકારનો નિર્ણય

17 Nov, 2014

ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધો. ૬થી ૮માં ૪,૩૫૧ શિક્ષકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની સત્વરે ભરતી કરીને શિક્ષકોની છેલ્લાં કેટલાક સમયથી ખાલી પડેલ જગ્યાઓ ભરી દેવામાં આવતા વિદ્યાર્થીઓને સંબંધિત વિષયના અભ્યાસમાં સુગમતા રહેશે તેવંુ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા અને શિક્ષણ રાજ્યમંત્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્યંુ હતું.

ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં જે જગ્યાઓ ભરવાની છે તેમાં ગણિત-વિજ્ઞાનના ૩,૦૦૩, સામાજિક વિજ્ઞાાનના ૮૦૦, ભાષાના ૫૪૮ શિક્ષકોનો સમાવેશ કરાયો છે. આમ ૪,૩૫૧ જગ્યાઓ પૈકી ૩,૦૦૦ જગ્યાઓ વર્ષ ૨૦૧૫ માટે ભરવા માટેની મંજૂરી મળી ગઇ છે. જ્યારે વર્ષ ૨૦૧૩-૧૪ની મંજૂર થયેલ ગણિત-વિજ્ઞાાનની જગ્યાઓ જે તે સમયે ઉમેદવારો ન મળવાના કારણે ખાલી રહેલ હતી, તે જગ્યાઓ પણ ભરી દેવાશે.