National

આવી રહી છે 1000 રૂપિયાની 'સ્પેશિયલ' નોટ, જાણો શું છે નવા ફીચર્સ

  સરકારે નકલી નોટની સમસ્યાના સમાધાન માટે કરન્સી નોટમાં સાત નવા સુરક્ષા ઉકેલ સામેલ કરવાને મજૂરી આપી છે. આ પરિયોજના પર આવતા વર્ષના મે મહિના સુધીમાં કામ પૂર્ણ થવાની આશા છે. સૂત્રોએ જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં આ સુરક્ષા વિશેષતાઓ 500 અને 1000 રૂપિયાની નોટમાં સામેલ કરવામાં આવશે. પાકિસ્તાનના આઇએસઆઇ સહિત નકલી નોટોનો ધંધો કરનારાઓની માગ સૌથી વધુ આ નોટની જ રહે છે. 

 
 
આવી રહી છે 1000ની સ્પેશિયલ નોટ
 
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1000ની સ્પેશિયલ નોટ બહાર પાડશે. આ નોટના સિક્યુરિટી ફીચર્સ આરબીઆઇ વધુ સુરક્ષિત બનાવશે. આ વિશેષ નોટ પર રૂપિયાનું ચિન્હ હશે અને નંબર પેનલ પર ચઢતા ક્રમમાં એલ દેખાશે. આ વિશેષ નોટ દ્વારા નકલી નોટને બજારથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 
 
શું હશે નવું
 
આરબીઆઇના એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ નોટના બન્ને નંબર પેનલના આંકડા હવે ડાબેથી જમણી તરફ ચઢતા ક્રમમાં હશે, જ્યારે પ્રથમ ત્રણ આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ (પ્રિફિક્સ)ની સાઈઝ પહેલા જેવી જહશે. આ ફેરફારથી નોટોની સુરક્ષા વધી જશે, કારણ કે સામાન્ય લોકો પણ નવા સિક્યુરિટી ફીચરને સરળતાથી જોઈ શકશે. એવામાં નકલી અને અસલી નોટનો તફાવત સરળતાથી જોઈ શકાશે. 
 
નવા ફીચર્સ ક્યા હશે?
 
આરબીઆઇ 500ની આવી નોટ પહેલા જ બહાર પાડી છે. નંબરના ચઢતા ક્રમને નોટ પર એટલામાં માટે લાવવામાં આવ્યા છે જેનાથી નકલી નોટનું ચલણમાં ઓછું કરી શકાય. આ એવું સિક્યરિટી ફીચર છે જે સિંગાપોર જેવા દેશના ચલણમાં અપનાવવામાં આવે છે. 
 
...તો બેંકો પર થશે કાર્યવાહી
 
સરકારની મંજૂરી બાદ બેંકોને પણ કહેવામાં આવ્યું છે કે, તેમને કાઉન્ટર પર મળતી નકલી નોટ પર સિક્કો લગાવીને તેને તરત જ જપ્ત કરી લે. જો કોઈ બેંક પ્રક્રિયાને અનુસરશે નહીં તો તેના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. 
 
500 અને 1000 રૂપિયાની નોટ
 
સરકારે રિઝર્વ બેંકને કહ્યું છે કે, તે નવા ફીચર્સ જોડવા માટેની તૈયારી શરૂ કરી દે. તેમણે કહ્યું છે કે, નવા સુરક્ષા ઉપાયોની સાથે 500 અને 1000 રૂપિયાની નોટ ટૂંક સમયમાં બજારમાં આવી જસે અને બીજી નોટોને પણ આવતા વર્ષના મે મહિના સુધીમાં સામેલ કરી લેવામાં આવશે. 
 
અન્ય ક્યા હશે ફીચર્સ
 
ઉલ્લેખનીય છે કે, નવી નોટમાં અન્ય ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. માટે નવી નોટમાં પણ રૂપિયાનું ચિન્હ રહેશે જ. સાથે જ બન્ને નંબરિંગ પેનલની અંદર R લખેલુ હશે. નોટમાં આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનની સહીની સાથે છાપકામનું વર્ષ 2015 અંકિત હશે. જોકે, નવી નોટ આવી રહી છે તેનો મતલબ એ નથી કે જૂની નોટ ચલણમાં નહીં રહે.  
 
દેશમાં જ થશે નોટોનું છાપકામ
 
હવે નોટોનું છાપકામ દેશી કાગળમાં જ થશે અને તેના માટે કાગળનો પ્રથમ જથ્થો પણ તૈયાર થઈ ગયો છે. મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં 495 કરોડ રૂપિયાના ખર્ચે ન્યૂ બેંક નોટ પેપર લાઈન ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. નાણાં મંત્રાલય અનુસાર પ્રથમ જથ્થામાં 1000 રૂપિયાની નોટનું છાપકામ થશે. 
 
6 હજાર ટન ઉત્પાદન
 
અહીંથી તર વર્ષે 6 હજાર ટન કાગળનું ઉત્પાદન કરવામાં આવશે. ન્યૂ બેંક નોટ પેપર લાઇન અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમ છે, આ ફેક્ટરીથી પર્યાવરણ પ્રદૂષિત નહીં થાય. ફેક્ટરી ઘણાં ઓછા પાણી અને વિજળીમાં કાગળ બનાવશે. 
 
3ડી વોટર માર્કવાળી બેંક નોટ છપાશે
 
નોટ ફેક્ટરીમાં વિશેષ સુવિધાયુક્ત પ્રયોગશાળા છે અને ઓનલાઇન ક્વોલિટી મોનિટરિંગ અને કન્ટ્રોલ સિસ્ટમ છે. પાણી અને વિજળીનો વપરાશ ઓછો કરવા માટે અત્યાધુનિક ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરી તમામ મૂલ્ય વર્ગના 3ડી વોટર માર્કવાળા બેંક નોટ કાગળનું ઉત્પાદન કરશે. 

Releated News