મેરિએટ્સે 79 હજાર કરોડ રૂપિયામાં ખરીદી સ્ટારવુડ હોટલ

19 Nov, 2015

 હોટલ ઉદ્યોગના બે મોટા ગ્રુપ મેરિએટ્સ અને સ્ટારવુડની વચ્ચે મર્જર બાદ તાજ હોટલ ગ્રુપે પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવવું પડશે. મેરિએટ્સ ઇન્ટરનેશનલે સ્ટારવુડ હોટલ્સ એન્ડ રીસોર્ટ અંદાજે 12.2 અબજ ડોલર (અંદાજે 79 હજાર કરોડ રૂપિયા)માં ખરીદી લીધી છે. આ મર્જરને કારણે રૂમની ક્ષમતાના મામલે મેરિએટ્સ એન્ડ સ્ટારવુડ દેશનું સૌથી મોટું હોટલ ગ્રુપ બની ગયું છે. 

 
બન્ને ગ્રુપના મર્જર પછી તે વિશ્વની સૌથી મોટી હોટલ ચેઈન્સ બની ગઇ છે. આ પહેલા ઓગસ્ટ 2015 સુધી રૂમની ક્ષમતાના મામલે મેરિએટ્સ અને સ્ટારવુડ ગ્રુપ ભારતમાં ક્રમશઃ ચોથા અને પાંચમાં નંબર પર હતા. જ્યારે તાજ ગ્રુપ પાસે નંબર વનનો તાજ હતો. તાજ ગ્રુપની પાસે ભારતમાં કુલ 13500 રૂમની ક્ષમતા છે.
 
મેરિએટ્સની પાસે 4200 કરતાં પણ વધારે હોટલ
 
મૂળ તો મેરીલેન્ડનું આ હોટલ ગ્રુપ વિશ્વભરમાં 4200થી પણ વધારે હોટલનું સંચાલન કરે છે. મર્જર પહેલા તેની પાસે રિટ્ઝ કાર્લટન, જેડબ્લૂ મેરિએટ, રેનૈસન્સ હોટલ્સ શેર્ટન અને ફોર ફોર પોઈન્ટ જેવી કુલ 19 બ્રાન્ડ હતી. 
 
સ્ટારવુડની પાસે 1200 કરતાં વધારે હોટલ
 
મૂળ અમેરિકાનું હોટલ ગ્રુપ વિશ્વભરમાં અંદાજે 1200 હોટલનું સંચાલન કરે છે. મર્જર પહેલા આ એસટી રેજિસ, વેસ્ટિન, લી મેરિડિયન, શેર્ટન એન્ડ ફોર પોઈન્ટ સહિત કુલ 11 બ્રાન્ડ હતી. 
 
130 હોટલ છે તાજની પાસે
 
તાજ ગ્રુપ હાલમાં ભારત સહિત વિશ્વમાં અંદાજે 130 હોટલનું સંચાલન કરે છે. ભારતમાં તેની પાસે 108 હોટલ છે, જેમાં કુલ 13500 રૂમની ક્ષમતા છે. સાથે જ કંપનીની પાસે અંદાજે 13000 કર્મચારી છે.
 

Loading...

Loading...