International

સિંગલ્સ ડેઃ 48 લાખના 99 iPhone 6S સાથે પ્રપોઝ કર્યું, છતાં ગર્લફ્રેન્ડની ના

ચીનમાં મંગળવારે 'સિંગલ્સ ડે' ઉજવવામાં આવ્યો. આ દિવસે લોકો હજારો રૂપિયાની ખરીદી કરીને પોતાના સિંગલ હોવાનો ઉત્સવ મનાવતા હોય છે. પરંતુ ચીનની એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું મન બનાવ્યું. તેના માટે, તેણે 48 લાખ રૂપિયા ખર્ચ કરી પોતાની ગર્લફ્રેન્ડ માટે 99  iPhone 6S ખરીદ્યા. પ્રપોઝ કરતા પહેલા તેણે તમામ આઈફોન્સ જમીન પર હૃદયના આકારમાં ગોઠવ્યા. ઉપરાંત બુકે પણ ખરીદ્યો. જોકે આટલું કર્યા પછી પણ ગર્લફ્રેન્ડે તેના પ્રપોઝને રિજેક્ટ કરી લગ્ન કરવાની ના પાડી હતી. 

 પ્રપોઝ કરનાર ગુઆંગઝાઉનો આ વ્યક્તિ વ્યવસાયે પ્રોગ્રામર છે. તેણે ગ્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે જેટલી રકમ ખર્ચ કરી હતી, તે ચીનના સરેરાશ કર્મચારીની 17 વર્ષના પગાર કરતા વધારે હતી. તેના પ્રપોઝ કરવાની તસવીરો ચાઈનીઝ સોશ્યલ નેટવર્કિગ સાઇટ પર વાયરલ થઈ ચુકી છે.
Source By : Divyabhaskar

Releated News