હવે Facebook અને WhatsApp માટે ઇન્ટરનેટ જરૂરી નથી !!

20 Nov, 2014

અત્યાર સુધી ફેસબુક અને વોટ્સએપ ઇન્ટરનેટ વિના ચાલી શકતા નહોતા પણ ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે ફ્રી ઇન્ટરનેટ આપવાના પ્રયત્નોમાં લાગ્યા છે. આ માટે તેઓ સેટેલાઈટ ઓપરેટર સાથે વાટાઘાટો ચાલી રહી છે. ખુબ જ જલ્દી આ સોદો ફાઈનલ થાય તેવી સંભાવના છે.

ઝુકરબર્ગ આફ્રીકામાં ફ્રી ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગે છે, જેના માટે આ વાટાઘાટો ચાલી રહી છે. ઇન્ટરનેટ ડોટ ઓઆરજીનું લક્ષ્ય જલ્દીથી પૂર્ણ થાય તો દુનિયાના 2/3 લોકો કે જેઓ ઇન્ટરનેટથી વંચિત છે તેમના સુધી પહોચી શકાશે.

આ ફ્રી ઈન્ટરનેટ માટે આવનારા વર્ષોમાં 2 બીજા સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવશે. ફેસબુકે વોટ્સએપ ખરીદી લીધું હોવાથી જયારે ઇન્ટરનેટ ફ્રી થશે ત્યારે વોટ્સએપ પણ ફ્રીમાં ઉપલબ્ધ થશે.

આ માટે ફેસબુકે આફ્રિકામાં એક મોટા હિસ્સાને ઓછી કિંમતે કવર કરી લીધી છે. ફેસબુક સિવાય ગુગલ પણ આવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. ફેસબુક પણ હાલ સોલારથી ચાલતા ડ્રોન વિમાન પર કામ કરી રહ્યું છે, જે આવનારા વર્ષોમાં પૂર્ણ થઇ જશે.