G20 ભારત જેવા દેશોમાં રોકાણ કરવા તત્પર

17 Nov, 2014

જી20 દેશોએ ટકાઉ આર્થિક વૃદ્ધિના માર્ગ પર આગળ વધવાની યોજના અંતર્ગત મોટા રોકાણની પહેલવાળા દેશોમાં અન્ય દેશોની સાથે ભારતને પણ સામેલ કર્યું છે.

બ્રિસ્બેનમાં ચાલી રહેલી જી20 બેઠકના અંતમાં રજૂ કરવામાં આવેલા વક્તવ્યના ભાગ તરીકે જાહેર કરવામાં આવેલી બ્રિસ્બેન કાર્ય યોજનામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિની માંગ છે કે વ્યાપક અને સુ સંગત નીતિગત પહેલ કરવામાં આવે જેના કારણે નજીકના ભવિષ્યમાં માંગ વધે. તેમાં કહેવામાં આવ્યું છે કે મધ્યમ અવધિમાં પુરવઠામાં આવતી મુશ્કેલીઓ ઘટે અને ગ્રાહકો તથા વ્યાપારનો ભરોસો વધે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ચીન અને ભારત સહિત કેટલીક ઉભરતી અર્થવ્યવસ્થામા્ં સારી વૃદ્ધિ થઇ રહી છે. આ સ્થિતિ વધારે ટકાઉ હોય છે. જો કે કેટલાક દેશોમાં તે ધીમી પડી રહી છે.

વિશ્વમાં 20 ઐદ્યોગિકૃત અને ઉભરતી અર્થવ્યવ્થાઓના સમૂહ જી20ના સંમેલનમાં રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે ભારતમાં વર્ષ 2014 અને 15ની આર્થિક વૃદ્ધિ દર 6 ટકાથી વધારે રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

જી20એ જણાવ્યું છે કે કેટલીક વિકસીત અર્થવ્યવ્થાઓ જેવી કે અમેરિકા, બ્રિટન અને કેનેડામા્ં વૃદ્ધિએ વેગ પકડ્યો છે. જો કે જાપાન અને યુરો ક્ષેત્રમાં સુધારાની પ્રક્રિયા ધીમી છે. બીજ તરફ ફુગાવો પણ લક્ષ્ય કરતા ઘણો ઓછો છો.

યોજનામાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યારે પણ જોખમ સહન કરવામાં નબળી છે. આર્થિક નબળાઇ હજી પણ યથાવત છે. રાજકીય ખટાશને અને ટેન્શનના કારણ જોખમ વધ્યું છે.