ગુજરાત સરકાર ઔદ્યોગિક પર્યાવરણીય મંજુરી સ્માર્ટફોન પર આપશે

21 Nov, 2014

દેશમાં પર્યાવરણીય મંજુરી મેળવવામાં જતા વધુ સમયને કારણે ઉદ્યોગોના વિકાસ કાર્યો અટકી જતા હોવાની સતત ફરિયાદ થતી રહેતી હોય છે. આ દિશામાં ગુજરાત સરકારે નવીન ઉકેલ વિચાર્યો છે. જેના પગલે ગુજરાતમાં ઔદ્યોગિક એકમો માટે પર્યાવરણીય મંજુરી મેળવવાની કામગીરી સરળ બની જશે. ગુજરાત સરકારની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ - જીપીસીબીએ દેશમાં પ્રથમવાર તેની કામગીરી સ્માર્ટ ફોનથી પણ થઇ શકે તેવી એપ્લીકેશન બનાવી છે.

એપ પર કેટલી સેવાઓ ઉપલબ્ધ બનશે?

આ એપ્લીકેશનથી ઉદ્યોગકારો કે ઉદ્યોગ સાહસિકને જીપીસીબી ઓફિસના ધક્કા ખાવાને બદલે મોબાઇલ એપથી જ તમામ કામગીરી કરી શકશે જેમાં પરમીટ લેવાની અરજી તથા અન્ય 38 જેટલી સેવાઓ મોબાઇલથી મેળવી શકશે. સામાન્ય રીતે દેશમાં પર્યાવરણને લગતી મંજુરી કે આ ક્ષેત્રમાં કામ કરતી ઓથોરીટી સાથે કામ કરવું એ ઉદ્યોગ સાહસિકો કે ઉદ્યોગકારોને માથાના દુખાવા સમાન બની રહે છે. અને પ્રોજેકટ હાંસિયામાં ધકેલાઇ જાય છે.

કેવી રીતે કામ કરશે એપ?

આ અંગે ઇકોનોમિક ટાઇમ્સને જણાવતા જીપીસીબીના મેમ્બર સેક્રેટરી હાર્દિક શાહે જણાવ્યું છે કે ઉદ્યોગકારોને તેમના કામ માટે કોમ્યુટર પર જવાની પણ રાહ જોયા વગર તેમના સ્માર્ટ ફોનની મદદથી પોતાની 38 જેટલી એપ્લીકેશનના સ્ટેટસ અથવા જીપીસીબીને જરૂરી માહિતી કે ડોક્યુમેન્ટ મોકલી શકાશે અને સરવાળે કામગીરી વધુ ઝ઼ડપથી થશે.અને ઉદ્યોગકારોને એસએમએસથી જાણકારી પણ આપવામાં આવશે.

કેવી સર્વિસ ઉપલબ્ધ બનશે એપમાં?

દેશમાં કોઇ રેગ્યુલેટરી ઓથોરીટી દ્વારા પ્રથમવાર ઇ-ગવર્નન્સના ભાગરૂપે આ પ્રકારની મોબાઇલ એપ અમે લોન્ચ કરવા જઇ રહ્યા છે. આ એપથી ઉદ્યોગોએ કરેલી અરજીનુ સ્ટેટસ, બોર્ડ દ્વ્રા પરમીશન આપતા પત્ર, કોઇ વધુ માહિતી માંગવામાં આવી હોય તો તેના જવાબ, ઓથોરીટીએ તેની મુલાકાત દરમિયાન લીધેલા સેમ્પલના એનાલીસીસ રીપોર્ટસ સીધા એપ્લીકેશન થકી મેળવી શકશે જઇ શકશે.

કેવા ઉદ્યોગોને થશે લાભ?

હાલની સ્થિતીએ રાજયમાં વાપી, અંકલેશ્વર કે મુબઇથી ઉદ્યોગોના પ્રતિનીધીઓના સરકારે ઉઠાવેલા પ્રશ્નો અને માંગેલી વિગતો આપવા ગાંધીનગર સુધી રૂબરૂ આવતા હોય છે. તે સંજોગમાં આ પ્રકારની એપ તમામ માહિતી પુરી પાડીને તેમને પડતી મુશ્કેલી દુર કરવામાં મદદરૂપ થઇ પડશે.
 

Loading...

Loading...