૨૦૧૫નું અનલકી વર્ષ શરૂ થાય એ પહેલાં ચીનમાં બાળક પેદા કરવા માટે ધસારો

22 Nov, 2014

ચીની કૅલેન્ડર પ્રમાણે આ વર્ષ હૉર્સનું છે અને આ વર્ષે ચીનમાં બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધ્યું છે. આગામી વર્ષ શીપનું છે અને શીપ અનલકી ગણાતું હોવાથી ચીનની પ્રેગ્નન્ટ મહિલાઓ સિઝેરિયન મારફતે બાળકને જન્મ આપવાની ઉતાવળમાં છે.

ચીનનું નવું વર્ષ ફેબ્રુઆરી-૨૦૧૫માં શરૂ થવામાં હવે માત્ર ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે અનેક પ્રેગ્નન્ટ મહિલાઓએ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૫ પહેલાં બાળકને સિઝેરિયન મારફતે જન્મ આપવાની યોજના બનાવી છે એવું સરકારી માલિકીની સમાચાર સંસ્થા શિન્હુઆએ ગઈ કાલે જણાવ્યું હતું.  ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના જણાવ્યા અનુસાર ૨૦૧૪ના આ વર્ષે ચીનમાં એટલા મોટા પાયે બાળકોનો જન્મ થઈ રહ્યો છે કે અનેક પ્રદેશો અને કેટલાક પ્રાંતોમાં બર્થ સર્ટિફિકેટ ખૂટી પડ્યાં છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષે ઈશાન ચીનના લાયનિંગ પ્રાંતમાં ૩૦ ટકા વધારે બાળકો જન્મ્યાં હતાં.

દેશના અન્ય ભાગોમાં પણ પરિસ્થિતિ લગભગ આવી જ છે. માત્ર એક બાળકની નીતિને સરકારે હળવી બનાવતાં અનેક દંપતીઓએ બીજા બાળકને જન્મ આપવાની પરવાનગી માગવાની અરજી કરી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આવી પરવાનગી માગનારાં દંપતીઓની સંખ્યા આઠ લાખના આંકડે પહોંચી ગઈ હતી.

દર બાર વર્ષે આવે છે ઘેટું

ચીનમાં દર બાર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે. ચીનનું ચંદ્ર કૅલેન્ડર બાર વિભાગોમાં વહેંચાયેલું છે અને દરેક વર્ષને એક પ્રાણીની સંજ્ઞા આપવામાં આવી છે. આ પ્રાણીઓમાં ઉંદર, વાઘ, સસલું, ડ્રૅગન, સાપ, અશ્વ, ઘેટું, વાંદરો, કૂકડો, કૂતરો અને ભૂંડનો સમાવેશ થાય છે.

Loading...

Loading...