જયાં વસે ગુજરાતી ત્‍યાં વસે ગુજરાત : બેહરીન સ્‍થિત ગુજરાતી પરિવારો દરેક તહેવારો ગુજરાતની પરંપરા મુજબ જ ઉજવે છે

12 Nov, 2014

‘‘જયાં વસે ગુજરાતી ત્‍યાં વસે ગુજરાત'' આ પંકિતને સાર્થક કરતા બેહરીન સ્થિત વસતા ગુજરાતી પરિવારો. બેહરીનમાં વસતા ગુજરાતી પરિવારો દર વર્ષે દરેક તહેવારો ગુજરાતની પરંપરા મુજબ જ  ઉત્સાહ અને ઉમંગથી ઉજવે છે. અને આજની નવી યુવાન પેઢીને સંસ્‍કૃતિનું જ્ઞાન મળી રહે તે માટે સતત પ્રયત્‍નો કરી રહ્યા છે.
બેહરીનમાં ગુજરાત અને ગુજરાતી સંસ્‍કૃતિ એટલે નવદુગા ગરબી મંડળ. ગરબી મંડળ તેવો શબ્‍દો કાને પડતા જ મા આદ્યશકિતનાં નોરતા અને મા ની કૃપા, મા ની દયા અને મા નો શણગાર યાદ આવી જાય.
આપણે ગુજરાતીઓ મા ના ગરબા રાસ રમવા માટે વિશ્વમાં ખ્‍યાતી પામેલ છીએ અને જો હું તમોને કહું કે ગુજરાતની નહિં પરંતુ ભારત દેશની બહાર પણ નવરાત્રીની ઉજવણી ભારતીય સંસ્‍કૃતિની અમૂલ્‍ય સંપ્રદાને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવે છે. તો આપ માનશો કે નહીં માનો.
પરંતુ આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે. આ વાત સાચી છે અને આ વ્‍યવસ્‍થા છેલ્લા ૪ર વર્ષથી વિધી સહિત અને સાષાોકત રીતે માતાજીનું સ્‍થાપન કરીને નવરાત્રીના નવ દિવસ દરમ્‍યાન માતાજીની પુજા અને આરતી કરીને ઉજવાય છે.
સોની સમાજ બેહરીન મારફત દાંડીયા રાસનું આયોજન કરીને છેલ્લા ૪ર વર્ષથી મા અંબાની ભકિતના રસ પીવા માટેનાં પ્રયત્‍નો થઇ રહ્યા છે.
સોની સમાજ બેહરીન સર્વે સદસ્‍યો પોતાનો અમુલ્‍ય સમય અને સેવા આપી રહ્યા છે. બેહરીન આરબ દેશોમાં એક માત્ર એવો દેશ છે કે વિશ્વની બધી જ પ્રજાઓને સ્‍વતંત્ર રહેવા માટે અને ધાર્મિક ઉત્‍સવા માટે હમેશા સહકાર આપે છે. અને તેથી જ સોની સમાજ બેહરીન મારફત સંસ્‍કૃતિનું પોષણ કરવા માટે અને આજની નવી યુવાન પેઢીને સંસ્‍કૃતિનું જ્ઞાન મળી રહે તે માટે સતત પ્રયત્‍નો થઇ રહ્યા છે.
‘‘જયાં વસે ગુજરાતી ત્‍યાં વસે ગુજરાત'' ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર દિવાળીની ઉજવણી તથા નવા વર્ષની શુભ શરૂઆત પ્રસંગે બેહરીન સ્‍થિત ગુજરાત પરિવારો ‘‘ક્રિશ્ના મંદિર'' ખાતે એકત્રિત થયા હતા.
પરસ્‍પર એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી તથા વડીલોના આશિર્વાદ લીધા હતા. બાળકોએ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. તમામે મીરા મોઢા કર્યા હતા તથા મંદિરમાં બિરાજમાન શ્રી કૃષ્‍ણ ભગવાનના દર્શન કરી છુટા પડયા હતા. તેવું શ્રી ચિરાગ માવદિયાની યાદી જણાવે છે.

Loading...

Loading...