ગુજરાતના વિકાસ માટે આનંદીબહેન કરશે અનેક પોલીસીની જાહેરાત

17 Nov, 2014

મોદી દ્વારા કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆતને ગુજરાતના અત્યારના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આગળ વધારી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતને વધારે સફતા મળે તેવા પ્રત્યનો અત્યારની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત આખા વિશ્વમાં પ્રસિદ્ધ કરવાના પ્રયત્નો પુરજોશથી ચાલી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ મુંબઇમાં વાઇબ્રન્ટ ગુજરાત 2015 રોડ શોમાં ભાગ લીધો હતો.
અનંદીબેન પટેલે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત 2015 રોડ શોમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર નીતિલક્ષી છે. રાજ્ય સરકાર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને ઇ-ગવર્નન્સ સેક્ટર માટે ક્રોમ્પિહેન્સિવ પોલિસીસ જાહેર કરશે. આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ પોલિસીનો ઉદ્દેશ રાજ્યમાં ગ્રીન અને બ્રાઉન ફિલ્ડ ડેવલપમેન્ટના વિકાસનો છે જ્યારે આઇટી અને ઈ-ગવર્નન્સ પોલિસીઓનો ઉદ્દેશ લાસ્ટ માઇલ ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપરન્સીનો છે.

અગ્રણી ઇન્ડસ્ટ્રી એસોસિએસન કન્ફેરિટેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)ના સહયોગમાં આયોજિત આ પ્રસંગમાં આનંદીબેને જણાવ્યું હતું કે સરકારના પ્રો-એક્ટિવ એપ્રોચને કારણે ભારતીય કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે હકારાત્મક સ્થિતિનું નિર્માણ થયું છે અને એનાથી સરકાર અને કોર્પોરેટ સેક્ટર બન્નેને લાભ થયો છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે રોજગારી પર ફોકસ કરાઈ રહ્યું છે. ગુજરાત સરકારનો પ્લાન એન્જિનિયરિંગ કોલેજો સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાનો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવા 183 સેન્ટર્સ સ્થાપવાનો પ્લાન છે.

મુખ્ય પ્રધાને ગતિશિલ ગુજરાત પ્રોજેક્ટના અનુભવો જણાવ્યા હતા. આ પ્રોજેક્ટ હેઠળ સરકારે 100 દિવસમાં 1 સેક્ટર્સમાં 51 ડેવલપમેન્ટ ટાસ્ક્સનો અમલ કર્યો છે જે એક ઝળહળતી સફળતા છે. વાઇબ્રન્ટ ગુજરાત બાબતે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે ગુજરાત મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયાના વિઝનના અમલીકરણ માટે સજ્જ છે. વાઇબ્રન્ટ ગુજરાત 2015માં 8 દેશો પાર્ટનર્સ છે. આ સંમેલનમાં બિઝનેસ લિડર્સ ઇનોવેશન, ક્લાઇમેટ ચેન્જ, એમએસઈએમ ડેવલપમન્ટ તેમ જ અન્ય ઘણી બધી બાબતોની ચર્ચાઓ કરશે. ગુજરાતનો ડેવલપમેન્ટ માટેનો મંત્ર ઇનક્લુઝિવ ગ્રોથ અને લાસ્ટ માઇલ ડિલિવરી છે. 

Loading...

Loading...