Gujarat

ગુજરાતના હિતમાં કેન્દ્રનો વધુ એક નિર્ણય 36 MHZ બેંડવીથની મંજૂરી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની કેન્દ્ર સરકારે ગુજરાતને વિવિધ શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમોના ઉપગ્રહ પ્રસારણ માટે 36 MHZ બેંડવીથના ઉપયોગની મંજૂરી આપી છે.

આ બેંડવીથની પરવાનગી મળતાં હવે 16 જેટલી નવી ચેનલ્સ ગુજરાત શરૂ કરી શકશે. કેન્દ્રીની તત્કાલિન યુ.પી.એ. સરકાર સમક્ષ પૂર્વ મુખ્યતમંત્રી નરેન્દ્ર મોદીએ વારંવાર કરેલી આ અંગેની રજુઆતો છતાં ગુજરાતની આ માંગણી કાને ધરવામાં આવતી જ ન હતી. મુખ્યમંત્રી આનંદીબેને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તા સૂત્રો સંભાળતાં જ ગુજરાતના આ લાંબા સમયથી પડતર પ્રશ્ન્નો સુખદ અંત લાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના બાયસેગ-સેટકોમને આ બેંડવીથનો ઉપયોગ શરૂ કરવા આપેલી ત્વરિત પરવાનગી માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ભારત સરકારે આ બેંડવીથ શરૂ કરવા ગુજરાતને આપેલી મંજૂરીથી હવે 16 જેટલી શૈક્ષણિક વિષયક નવી ચેનલો દ્વારા કૌશલ્યવર્ધન અને તાલીમને લગતા કાર્યક્રમો, ધોરણ-10,11 અને 12 ગણિત અને વિજ્ઞાન વિષયોના ટ્યુશન, પ્રાથમિક-માધ્યમીક-ઉચ્ચ્તર માધ્યમીક-તકનીકી-તબીબી શિક્ષણને લગતા કાર્યક્રમો, નોકરી માટેની પરીક્ષાઓની તૈયારી કરવા માટે માર્ગદર્શન, રોજગાર ક્ષમતા (employability) વધારવા માટેના કાર્યક્રમો (ઇન્ડ્સ્ટ્રીના સહયોગ સાથે) આરોગ્ય, કૃષિ અને પશુપાલનને લગતા કાર્યક્રમો, વિભાગીય તાલીમ કાર્યક્રમોનું આયોજન-પ્રસારણ કરી શકશે. આ કાર્યક્રમો આયોજનથી વિદ્યાર્થીઓની યોગ્યતામાં વધારો થશે, પરિણામો સુધરશે, નોકરી માટેની યોગ્યથતામાં વૃધ્ધિ થશે.

વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટ્યુશનનો લાભ મળશે તેમજ ગ્રામીણ વિદ્યાર્થીઓને સમાન શિક્ષણનો લાભ મળતો થશે. એટલું જ નહીં સેટેલાઇટ દ્વારા ઘર સુધી જોડાણ થઇ શકશે અને શિક્ષકની યોગ્યતા સજ્જતા વધવા સાથે રોજગાર ક્ષમતામાં પણ વધારો થશે. આવા બહુવિધ સેટેલાઇટ-બાયસેગ પ્રસારણો દ્વારા ગુજરાતમાં શિક્ષણ, તાલીમ, સજાગતા અને વિકાસ સ્પટર્શીય કાર્યક્રમોને વધુ વ્યાતપક સ્તરે વિકસાવી શકાશે.

Releated News