હવે યૂ ટયૂબ પર એડ વગર ઓફલાઇન વીડિયો દેખાશે

14 Nov, 2014

યૂ ટયૂબે 'મ્યુઝિક કી' નામની નવી ર્સિવસ શરૂ કરી છે. આ ર્સિવસ દ્વારા યૂઝર્સ હાઈ-ક્વોલિટીવાળાં મ્યુઝિક અને મ્યુઝિક વીડિયો એડ્વર્ટાઇઝમેન્ટ વગર જોઈ શકશે, જોકે આ ર્સિવસ મેળવવા માટે યૂઝર્સે નાણાં ચૂકવવાં પડશે. આ ર્સિવસ મુજબ મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં ચાલતું રહેશે, જેથી યૂઝર અન્ય કોઈ કામ કરતાં કરતાં પણ મ્યુઝિકનો આનંદ માણી શકશે, આ સાથે જ એક મોટું ફીચર ઓફલાઇન મ્યુઝિક સાંભળવા અને વીડિયો જોવાનું પણ છે. ચોક્કસ મ્યુઝિક વીડિયોના ઓફલાઇન બટન પર ક્લિક કરવાથી જે-તે વીડિયો તમે ઇન્ટરનેટ કનેક્શન વગર પણ સાંભળી અને જોઈ શકશો.

Loading...

Loading...