ફેસબુકે લોન્ચ કર્યું નવું ટુલ્સ, હવે મિત્રોને આ રીતે કહો 'Thanks'

14 Nov, 2014

સશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક સતત તેના યુઝર્સને કઈં કે કઈ ગીફ્ટ આપતું રહે છે. થોડા સમય પહેલા જ ફેસબુક દ્વારા સ્માઈલીની સાથે સિમ્બોલીક પીકચર્સની શરૂઆથ કરી હતી અને હવે ફેસબુક દ્વારા નવુ એક ટુલ ઉમેરી દેવામાં આવ્યું છે. ફેસબુકનું આ નવુ ફિચર એક વીડિયો ટુલ છે અને તેને નામ આપવામાં આવ્યું છે, 'say Thanks.

ફેસબુકના જણાવ્યાં પ્રમાણે, યુઝર્સમાં વીડિયો શેરિંગની વધતી જતી લાલસાને ધ્યાનમાં આ ટુલ્સ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટુલ્સના કારણે યુઝર્સ તેમના ખાસ મીત્રોને ટાઈમલાઈન પર એક ખાસ વીડયો બનાવીને પોસ્ટ કરી શકે છે અને સાથે સાથે તેને શેર પણ કરી શકે છે. જો તમે તમારા મિત્રોને કંઈક ખાસ મોકલવા માગો છો અથવા તેમને કંઈ ખાસ અનુભવ કરાવવા માગો છો તો તમે તેમને આ વીડિયો પોસ્ટ કરી શકો છો.

વીડિયો બનાવવા માટે તમારે facebook com/thanks પેજ પર જવાનું રહેશે. સૌથી પહેલા તમારે પ્રી-વ્યુ બનાવવા માટે કોઈ ખાસ મિત્રને પસંદ કરવો પડશે. તે પછી તમારે એક ખાસ થીમ અને તસવીરો પસંદ કરવાની રહેશે. ત્યાર પછી તેને એડિટ કરજો. પછી જ્યારે તમારો વીડિયો તૈયાર થઈ જાય ત્યારે તમે તેને તમારી પોતાની ટાઈમ લાઈન પર પોસ્ટ કરી શકો છો અને તમારા મિત્રોને ટેગ પણ કરી શકો છે. તમે આ ટુલની મદદથી તમારા મિત્રો માટે કોઈ ખાસ મેસેજ પણ જોડી શકો છો.

Loading...

Loading...