Gujarat

સાબરમતી રીવરફ્રન્ટ પર દોડશે બસ; જમીન પરથી પાણીમાં…

અમદાવાદ – શહેરની આગવી ઓળખ સમા સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ટૂંક સમયમાં જ એક મહત્વાકાંક્ષી કમર્શિયલ વાહન યોજના શરૂ કરવામાં આવનાર છે જે દેશમાં આ પ્રકારની પહેલી જ હશે.

૧૬-સીટવાળી બસ જમીન પરથી પાણીમાં ઉતરશે. આ બસને ચીનના ઝેજિયાંગ પ્રાંતની શાંગ્યૂ બોનાઈ મોટર બોટ મેન્યૂફેક્ચરિંગ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવી છે. એ માટે સ્થાનિક વહીવટીતંત્રે રૂ. ૮૦ લાખ ખર્ચ્યા છે.

આ બસના સંચાલન માટે લોઅર પ્રોમિનેડ પર પાર્કિંગ એરિયા અને રેમ્પની જરૂર પડશે.

આ બસની સ્પીડ કલાકના ૨૦-૨૫ નોટ્સ રહેશે.

૧૫-૨૦ મિનિટની સહેલગાહ માટે રૂ. ૨૦૦નો ચાર્જ રખાય એવી ધારણા છે.

Source By : Chitralekha

Releated News