રાજ્યની નવી આઇટી પોલીસી, જાણો શું છે તેમાં ખાસ

16 Nov, 2014

મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે રાજયમાં ઇન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી ક્ષેત્રનાં સર્વગ્રાહી વિકાસ માટે અનુરૂપ આઇ.ટી. પોલિસી જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ‘‘ડીઝીટલ ઇન્‍ડિયા"ની સંકલ્‍પનાને સાકાર કરવાની દિશામાં તેમના માતૃ રાજ્ય ગુજરાતે એક નવતર પહેલ કરી છે. રાજય સરકારે જાહેર કરેલી આ આઇ.ટી. પોલિસીમાં G2B એટલે કે ગવર્મેન્‍ટ ટુ બિઝનેસનો ઉદ્દેશ કેન્‍દ્રસ્‍થાને રાખવામાં આવ્‍યો છે.
ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસની નેમ સાથે ‘‘ડીઝીટલ ઇન્‍ડિયા"ના માનનીય વડાપ્રધાનના અભિગમને અનુરૂપ સુચારૂ આયોજન માટે આઇ.ટી. ક્ષેત્રના ખ્‍યાતિ પ્રાપ્‍ત તજજ્ઞો, સંસ્‍થાઓના પરામર્શમાં રહીને આ આઇ.ટી. પોલિસી ઘડવામાં આવી છે.

આ નીતિના મુસદ્દા (ડ્રાફ્‌ટ)ને વેબસાઇટ ઉપર મૂકીને, જાહેર જનતાના મળેલ પ્રતિભાવો-મંતવ્‍યો પણ ધ્‍યાને લઇ આ નીતિ આખરી કરવામાં આવેલી છે. મુખ્‍યમંત્રી આનંદીબેને રાજ્યના વિકાસને આઇ.ટી. ઇનેબલ્‍ડ કરવાના હેતુથી જાહેર કરેલ ડીઝીટલ ગુજરાતના સીમાચિન્‍હરૂપ આ નીતિના મુખ્‍ય ધ્‍યેય-ઉદ્દેશ્‍ય અને અગત્‍યના પાસાંઓની વિસ્‍તૃત વિગતો પ્રવક્‍તા મંત્રીએ આપી હતી જે નીચે મુજબ છે.

IT+IT=IT
Indian Talent + Information Technology = Indian Tomorrow

નવતર સંશોધન અને નોલેજ કેપિટલના પાયા પર આધારિત ધબકતી અને સંગીન IT/ITeS Eco System ઉભી કરી તેનો વિકાસ કરવો અને દેશના યુવા ધનનો મહત્તમ ઉપયોગ કરી રાજય તથા દેશના અર્થતંત્ર અને જન સાધારણની સુખાકારીમાં મહત્તમ પ્રદાન કરવા માટેની આ નવી ઇન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી પોલિસી છે.

આ પોલિસીમાં મુખ્‍યત્‍વે જે બાબતો આવરી લેવામાં આવી છે તેમા..

    માહિતી આધારિત અર્થતંત્રનો વિકાસ.

    રાજયમાં ઇન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના એકમોને આકર્ષિત કરવા.

    નવા આઈટી પાર્ક્સની સ્‍થાપના.

    શૈક્ષણિક અને સંશોધન કરતી સંસ્‍થાઓને નવીનીકરણ અને શ્રેષ્ઠતા પ્રમોશન માટે પ્રોત્‍સાહન આપવું.

    ગુણવત્તા સુધાર થાય તેમજ કુશળ માનવબળ મળી રહે તેવુ આયોજના કરવું, 2020 સુધીમાં ટર્નઓવર 75 હજાર કરોડ (ડોલર 15 બોલિયન) સુધી લઇ જવું.
    2020 સુધીમાં 10 લાખ થી વધુ રોજગારીની તકો ઊભી કરવી વગેરે બાબતોનો સમાવેશ છે

મેગા IT/ITeS પ્રોજેક્‍ટોને પ્રોત્‍સાહનઃ 50 કરોડનું રોકાણ અને 1000 રોજગારીની તકો ઉભી કરતા આઇટી અને 1500 રોજગારીની તકો ઊભી કરતા ITeS પ્રોજેક્‍ટો માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે એટલું જ નહીં IT/ITeS Parks ને સ્‍થાઇ મૂડી રોકાણના 50 ટકા સુધી 2.5 કરોડની મર્યાદામાં પ્રોત્‍સાહન આપવાનું પણ આ પોલિસીમાં જાહેર કરવામાં આવ્‍યું છે.

નવી આઇ.ટી. પોલિસીમાં આપવામાં આવેલા પ્રોત્‍સાહનો:

    બધાજ આઇ.ટી. એકમોને પ્રથમ વ્‍યવહારના કિસ્‍સામાં વેંચાણ/લીઝ/ટ્રાન્‍સફર ઓફ લેન્‍ડ જેવી બાબતમાં સ્‍ટેમ્‍પ ડ્‍યુટી અને રજિસ્‍ટ્રેશન ફીમાં 100 ટકા મુક્‍તિ અપાશે.

    આઇ.ટી. પાર્ક્‍સમાં નવા એકમોને લીઝ/રેન્‍ટલમાં 25 ટકા સુધીની સબસિડી.

    Employment Provident Fund (EPF)માં રાહત મહિલા કર્મચારીઓ માટે 100 ટકા, અન્‍ય માટે ૭૫ ટકા (જેની મર્યાદા વાર્ષિક રૂ. પાંચ લાખની રાખવામાં આવી છે.)
    Bandwidth Charges માં 30 ટકા સબસિડી. (Ceiling - 5 Lacs p.a. બે વર્ષ માટે),

રાજય સરકારની MSME એકમો માટેની ઉદ્યોગ નીતિ સાથે સુસંગત જે પ્રોત્‍સાહનો આ પોલિસીમાં સમાવિષ્ટ છે તેમાં:

    માઇક્રો, સ્‍મોલ અને મિડીયમ એન્‍ટરપ્રાઇઝને પાંચ વર્ષ માટે વ્‍યાજ સબસિડી અન્‍વયે.

    માઇક્રો એન્‍ટરપ્રાઇઝના કિસ્‍સામાં વાર્ષિક રૂ. 25 લાખની મર્યાદામાં 7 ટકા સબસિડી.

    સ્‍મોલ અને મિડીયમ એન્‍ટરપ્રાઇઝના કિસ્‍સામાં વાર્ષિક રૂ. 35 લાખની મર્યાદામાં 5 ટકા સબસિડી.

Micro, Small and Medium Enterprisesએકમો માટેની રાજયની ઉધોગ નીતિની સાથે સુસંગત પ્રોત્‍સાહનો

    નવીન ટેકનોલોજી મેળવવા માટે પ્રોત્‍સાહન

    પેટન્‍ટ મેળવવા સહાય

    ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા માટે સહાય.

    સંશોધન અને વિકાસ સંસ્‍થાઓ માટે સહાય.

    માર્કેટના વિકાસ માટે સહાય