ખૂબજ સરળ હતા આ 4 આઈડિયા, થોડી મહેનતથી બની ગયો મોટો બિઝનેસ

05 Oct, 2015

 વિચાર મોટાભાગના લોકો પાસે હોય છે, પરંતુ તેને બિઝનેસમાં ફેરવવાની તાકત ઓછો લોગો બતાવતા હોય છે. જ્યારે કેટલાક લોકો એવા હોય છે, જે પોતાના યૂનીક વિચારના દમ પર બિઝનેસ શરૂ કરી દી છે. ભાસ્કર આજે તમને એવા જ વિચિત્ર બિઝનેસ વિશે જણાવી રહ્યું છે, જે સામાન્ય કરતાં કંઈક અલગ છે. તમે પણ આવા બિઝનેસને સમજી, ખુદનો કારોબાર શરૂ કરી શકો છો. ખાસ વાત એ છે કે, આવા બિઝનેસ શરૂ કરવા માટે વધુ ભંડોળની જરૂરત નથી પડતી.

 
આ વેબસાઈટ પોતાના નામ ગેટ માઈ પીઓનની જેમ જ છે. આ વેબસાઇટ શરૂ કરવાનો સ્પષ્ટ ઉદ્દેશ હતો કે એવા નાના કામ જેને કરવામાં તમે મુશ્કેલી અનુભવતા હોય અથવા આળસ આવતી હોય તો તે કામ કોઇ અન્ય તમને કરી આપશે. મતલબ આ વેબસાઇટના માધ્યમથી તમને એવી વ્યક્તિ મળશે જે તમારું વિજળીનું બિલ જમા કરાવી આવશે, સિલિન્ડર લઈ આવશે, સામાન ઘરે પહોંચાડી દેશે, આવા જ તમામ નાના નામ આ વેબસાઇટ તરફથી મોકલવામાં આવેલ વ્યક્તિ કરી આપશે. આ વેબસાઇટને 30 વર્ષીય ભરત અહિરવારે શરૂ કરી હતી
 
શરૂઆતમાં માત્ર 35-40 ઓર્ડર
 
અહિરવારે વર્ષ 2013માં મુંબઈમાં પોતાની કંપનીની શરૂાત કરી હતી. શરૂઆતના દિવસોમાં તેમને એક મહિનામાં માત્ર 35-40 ઓર્ડર મળતા હતા. પરંતુ આજે ત્રણ વર્ષ બાદ કંપનીને એક દિવસમાં 200-250 ઓર્ડર પૂરા કરે છે. ગેટ માઈ પીઓન હવે દોઢ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપની બની ગઈ છે.
 
સીક શેરપાની બિઝનેસ થીમ પણ યૂનીક છે. આ એક ટૂર ગાઈડ વેબસાઇટ છે. માનલી લ્યો, તમે કોઈ શહેરમાં ફરવા માટે જાવ છો. તો તમારી પાસે ફરવા માટેના બે વિકલ્પ છે. પ્રથમ તમે ગાઈડ કરો અને બીજો તમે એકલા ફરો. પ્રથમ વિકલ્પમાં તમારે વધુ ખર્ચ કરવો પડશે, જ્યારે બીજી વિકલ્પમાં તમને કોઈ જાણકારી નહીં મળે. સીક શેરપા વેબસાઇટ તમારા આ કામમાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, વેબસાઇટે શહેરમાં સ્થાનિક રહેવાસીઓને આ કામ સોંપ્યું છે, જે શહેરની સંપૂર્ણ જાણકારી રાખે છે. તેનાથી સ્થાનિક રહેવાસીઓનો રોજગાર મળશે અને તમે સારી રીતે શહેરમાં ફરી શકશો.
 
ટૂંક સમયમાં 15 શહેરમાં શરૂ થશે કામ
 
ટૂર ગાઇડની આ થીમ પર વર્ષ 2014માં દિલ્હીના ધ્રુવ રાજ આનંદે સીક શેરપા નામથી મોબાઇલ એપ બનાવી હતી. કંપનીનો ઉદ્દેશ છે કે તેમના ટૂર ગાઈડ, પર્યટકોને એવી માઈક્રો ટૂર કરાવે જે સામાન્ય ટૂર ગાઈડ પણ નથી કરાવી શકતા. 50 લાખના રોકાણથી શરૂ કરેલ આ કંપની દિલ્હી, મુંબઈ અને કોલકાતા બાદ હવે ભારતના 15 અન્ય શહેરમાં પોતાનું કામ શરૂ કરવાની છે.
 
મટરફ્લાઈ
 
આ એપ એક ફુડ શેરિંગ વેબસાઇટ છે. આ એપ દ્વારા તમે તમારી આસપાસ એવા લોકો વિશે જાણી શકો છો, જે તમારી સાથે ખાવાનું શેર કરવા માટે તૈયાર છે. તેના માટે કંપની કોઈ ચાર્જ નથી કરતી, પરંતુ યૂઝર ચાર્જ કરી શકે છે. આ એપના ઉપયોગથી લોકો પડોશીને ત્યાં ખાવા માટે જઈ શકે છે. જોકે ઘણી વખત લોકોને સારો અને ખરાબ અનુભવ થઈ શકે છે. આ એપની શરૂઆત એક લાખ રૂપિયાના રોકાણથી કરવામાં આવી હતી.
 
નોકરી છોડીને અક્ષયે શરૂ કરી આ એપ
 
આ એપને 24 વર્ષીય અક્ષય ભાટિયાએ શરૂ કરી હતી. તેઓ લંડનમાં મોર્ગન સ્ટેનલી નામની કંપનીમાં કામ કરતા હતા. અક્ષયે લંડનમાં ઘરની બહાર રહેતા લોકો, ખાસ કરીને યુવાનોને સારું ખાવાનું શોધવા માટે રખડતા જોયા હતા. ત્યાર બાદ તેમને આ એપ શરૂ કરવાનો વિચાર આવ્યો. ત્યાર બાદ તેઓ નોકરી છોડીને ભારત આવ્યા અને આ કામમાં લાગી ગયા. ખાણીપીણી સાથે જોડાયેલો હોવાને કારણે હાલમાં તેઓ સરકારી સંસ્થાઓમાંથી મંજૂરી લેવામાં લાગ્યા છે.
 
સ્ક્રેપ ક્રો
 
Scrap Crow એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જે કોઈ ભંગારને યોગ્ય અને પારદર્શી રીતે ડિસ્પોઝ કરે છે. તેનું લક્ષ્ય લોકો ઘરેથી ભંગાર એકઠો કરીને ઓછા ખર્ચમાં તેને ડિસ્પોઝ કરવાનું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી કંપની સ્ક્રેપ કલેક્શન કરીને ડિસ્પોઝ કરે છે. આ ટેક્નોલોજીની મદધથી કબાડને ડિસ્પોઝ કરીને ધરતીમાં હરિયાળી રહેશે લોકોને રહેવા લાયક ચોખ્ખી જગ્યા મળી રહેશે. આ વિચારની સાથે કંપની શરૂ કર્યાના પહેલા જ મહિને ટીમને પવઈથી 70 રિક્વેસ્ટ મળી હતી.
 
ચાર લોકોએ શરૂ કરી કંપની
 
Scrap Crowને ચાર યુવાઓએ શરૂ કરી હતી. તેમાંથી એક સહ-સ્થાપક રજત શર્મા છે. ટીમના દરેક સભ્યને બે વર્ષનો કોર્પોરેટ અનુભવ છે. દેવેશ વર્મા ટ્રિંબલ નેવિગશન્સમાં કામ કરી રહ્યા છે અને Terra Wizard Mapping Solutionsના સહ-સ્થાપક છે. ઈહતિશામ ખાન આઈસીઆઈસીઆઇ લોમ્બાર્ડમાં મેનેજર ચે અને પ્રણવ કુમાર સિસ્કોમાં એક સોફ્ટવેર એન્જિનિયર છે.

Loading...

Loading...