ગુજરાતી વિદ્યાર્થીનો ડંકો: રોબોટ કંપનીની ઓફર, બનાવ્યું જાસુસી વાયરલેસ

27 Nov, 2014

પંજાબના ચંદીગઢ ખાતે 11થી17 નવેમ્બર દરમિયાન યોજાયેલા 41માં જવાહરલાલ નહેરૂ રાષટ્રીય વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં  વલસાડની આરજેજે (અગ્રેંજી માધ્યમ) શાળાના ધો.11 સાયન્સના વિદ્યાથી મિહીર પુજારાએ 3.05 વર્ષની ઝહેમત બાદ ભારતીય ફોજને ઉપયોગી થઇ પડે તે પ્રકારનું બનાવેલુ રોબોટીકસ અને ડીઝીટલ ઇલેકટ્રોનીકસના સિધ્ધાંતો પર કામ કરતુ જાસુસી વાયરલેસ  સ્પાયરોવરની વૈજ્ઞાનિકો-ભારતીય સૈન્યના અધિકારીઓ-રિસર્ચરોએ પણ નોંધ લીધી છે.

સમગ્ર પ્રદર્શનમાં છવાયેલા મિહીરની અસાધારણ પ્રતિભાને પંજાબના તમામ અખબારોએ સરાહના કરતા સમાચારો પ્રસિધ્ધ કર્યા હતા.સૌથી મહતવની બાબત એ છેકે નેશનલ કક્ષાના પ્રદર્શનમાં છવાય ગયેલા મિહીરને રોબટ બનાવતી ચંદીગઢ,પંજાબની કંપની જોય રોબોટીકસ એન્ડ કન્ટ્રોલ તેને ઉચ્ચ પગારની ઓફર સાથેનો એપોઇન્મેન્ટ લેટર પણ હાલે 21 નવેમ્બરે મોકલ્યો છે.અગાઉ મિહિરને  ન્યુયોર્કની બોધી મેડિકલ્સ ઇએમઆર અપ લોડ્રસ કંપનીએ ઓનલાઇન જોબ આપી હતી. ઉપરાંત ચંદીગઢ ખાતે આવેલી આર્યનસ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા એક કાર્યક્રમ યોજી મિહિરને આમંત્રણ પાઠવી કોલેજના વિદ્યાર્થીઓને તેની પાસે રહેલા જ્ઞાન, પ્રતિભા અને સ્પાયરોવર અંગે માગ્રદર્શન પુરૂ પાડયુ હતુ.

મિહીરની સફળતાથી ખુશ આરજેજે શાળા(અગ્રેજી માધ્યમ) ના આચાર્યા પ્રાર્થના વર્મા કહે છે, કે મિહીરમાં અજીબ પ્રકારની પ્રતીભા છુપાયેલી છે,જે આવનારા સમયમાં દેશને ઉપયોગી સાબીત થશે.મિહિરે દિવ્યભાસ્કરને જણાવ્યુકે તે હાલે પોતાનું સંપૂર્ણ ધ્યાન આગળ અભ્યાસ પર કરી રહ્યો હોય,ઓફર અંગે વિચાર કરી રહ્યો છે.જોકે કંપનીની શરતો મુજબ તેણે વધુ વિગતો આપવામાં અસમર્થતતા દર્શાવી હતી.

Loading...

Loading...