૨૩ વર્ષીય ગુજરાતી નીરજ અંતાણી સૌથી યુવાન અમેરિકી સાંસદ બન્યો

05 Nov, 2014

ભારતીય-ગુજરાતી મૂળનો અમેરિકન વિદ્યાર્થી નીરજ અંતાણી ઓહાયો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ તરીકે ચુંટાયો છે. આ સાથે તે અમેરિકામાં સૌથી નાની વયનો સાંસદ બની ગયો છે.

નીરજે ઓહાયોના ૪૨મા હાઉસ ડિસ્ટ્રીક્ટમાં ચૂંટાઈ આવવા બદલ સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તે આનાથી સન્માનની લાગણી અનુભવે છે.

નીરજે પોતાના ફેસબુક પ્રોફાઈલ પર લખ્યું હતું કે હું ખૂબ મહેનત કરીશ અને મારા મતદારો માટે દરરોજ લડીશ. આપણે સાથે મળીને તકોનું સર્જન કરી શકીએ છીએ કે જેથી અમેરિકન સ્વપ્ન યથાર્થ થઈ શકે. નીરજ યુનિવર્સિટી ઓફ ડેઈટનનો વિદ્યાર્થી છે. તેણે તેના ૬૨ વર્ષીય પેટ્રીક મોરિસને પરાજય આપ્યો હતો. નીરજ ગત વર્ષે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયો છે અને તેણે પોલિટીકલ સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવી છે. ઓહાયો હાઉસમાં ૭૩મા ડિસ્ટ્રીક્ટમાં ત્રણ ટર્મ માટે સેવા આપનાર જય ગોયલ પછી નીરજ અંતાણી ઓહાયો હાઉસમાં ચૂંટાઈ આવનાર બીજો ભારતીય છે. તેના માતાપિતા ૧૯૮૭માં અમેરિકા આવ્યા હતાં અને વોશિંગ્ટનમાં સ્થાયી થયાં હતાં. નીરજના પિતાનું ૨૦૧૦માં અવસાન થયું હતું.

દરમિયાન, અમેરિકાની ૧૮ વર્ષીય સાયરા બ્લેર વેસ્ટ વર્જિનીયા હાઉસમાં ચૂંટાઈ આવનારી સૌથી નાની વયની સાંસદ બની છે. તેણે તેના ૪૪ વર્ષીય હરીફને પરાજય આપ્યો હતો.

Loading...

Loading...