રેલવે મુસાફરો માટે ખુશ ખબર .. હવે ટ્રેન છૂટી જાય તો ટિકિટના પૈસા પાછા મળશે

03 Nov, 2014

 રેલ મુસાફરી કરનારાઓ માટે ખુશ ખબર છે. મુસાફરો હવે કંફર્મ ટિકિટનુ રિફંડ ટ્રેન છૂટવાના બે કલાક પછી પણ લઈ શકશે. મુસાફરો પાસેથી ફક્ત રિઝર્વેશન ચાર્જ વસૂલવામાં આવશે.
 
આ પહેલા ટ્રેન છૂટવાની પરિસ્થિતિમાં મુસાફરો પાસેથી અડધી રકમ પરત કરવામાં આવતી હતી. નવી વ્યવસ્થા એક બે દિવસમાં લાગુ થઈ જશે
 
ટ્રેન છૂટી અઈ તો મુસાફરોને ટિકિટના પૈસા પરત લેવા માટે એ સ્ટેશનના મેનેજર સાથે સંપર્ક કરવો પડશે. જ્યાથી તેઓ મુસાફરી શરૂ કરવાના હતા.
 
મુસાફરને એક ટિકિટ ડિપોઝીટ રસીદ (ટીડીઆર) ભરવુ પડશે. જેનાથી ટિકિટ કેંસિલ કરવાનુ નિવેદન કરવામાં આવશે. મુસાફરને ટીડીઆરમાં આ કારણ પણ બતાવવુ પડશે કે તેમને ટિકિટ કેમ રદ્દ કરી છે. 
 
 સ્ટેશન મેનેજર ટીડીઆરને વેરીફાઈ કર્યા પછી ટિકિટના પૈસા રિફંડ કરવાનો આદેશ આપી શકે છે. જો કે સ્ટેશન મેનેજર યાત્રા રદ્દ કરવા સાથે સહમત ન થયુ તો તે રિફંડ કરવાની ના પણ પાડી શકે છે.  વર્તમાન નિયમો મુજબ મુસાફર ટ્રેન છૂટવાના બે કલાક પછીથી લઈને 24 કલાક સુધી રિફંડ માંગી શકે છે. જ્યારબાદ તેને ભાડુ અડધાથી લઈને ચોથા ભાગ જેટલુ પરત કરવામાં આવે છે.  24કલાક પછી રિફંડ માંગવા પર રકમ ઘટીને 10 ટકા થઈ જાય છે.