500નું પેકેજ: અ'વાદના કાંકરિયામાં આજથી પાંચ નવી રાઈડ્સનું ઉદઘાટન

07 Nov, 2014

કાંકરિયામાં શનિવારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે પાંચ નવી રાઈડ્સનું ઉદઘાટન થશે. શુક્રવારે મણિનગર પોલીસનો સ્ટાફ અને આઈબી અધિકારી સહિત સિક્યોરટી સ્ટાફે સીએમ માટે સેફ્ટીનું ચેકિંગ કર્યું હતું. પોલીસ ડ્રેસમાં આટલા રિલેક્સ અધિકારીઓ ભાગ્યે જ જોવા મળે.
 
રાજ્યમાં પહેલી રાઈડ્સ : છેલ્લા કેટલાય સમયથી કાંકરિયા ખાતે તૈયાર થઈ રહેલા એમ્યુઝમેન્ટ પાર્ક-1નું શનિવારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ઉદઘાટન કરવાના છે. જેમાં અવનવી રાઈડ્સ રખાઈ છે. રાજ્યમાં ક્યાંય આવી રાઈડ્સ નથી. આ રાઈડ્સ માટે મ્યુનિ. તંત્ર દ્વારા અગાઉથી ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ  બૂમરેંગ ફેમિલી (રોલર કોસ્ટર)ની 200, મેગા ડીસ્કોની 100, ટોલ ટાવર (મેઘા ટાવર રાઈડ્સ) 100, સ્લીપિંગ એક્શન આર્મની 100 અને કેરોઝલની 75 ફી રખાઈ છે. જ્યારે તમામ રાઈડ્સના પેકેજની ફી 500 રાખવામાં આવી છે. ઉદઘાટન બાદ શનિવારથી જ લોકો માટે પાર્ક ખુલ્લો મૂકવામાં આવશે.

Loading...

Loading...