Gujarat

ગુજરાતનું વીજળી મોડલ હવે સમગ્ર દેશમાં લાગુઃ કેબિનેટની મંજૂરી

વીજળી માટે ગુજરાતનું મોડલ હવે સમગ્ર દેશમાં લાગુ પડશે.તે માટે કેન્દ્રીય કેબિનેટે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાને મંજૂરી આપી દીધી છે. યોજના હેઠળ ગામોના ફીડરોને અલગ કરવામાં આવશે.જેથી ગામોનો વીજ પુરવઠો સુધારવામાં આવી શકે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.યોજના હેઠળ કૃષિ અને બિન-કૃષિ ફીડરોને અલગ કરવામાં આવશે.

ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને મજબૂત કરવામાં આવશે.સાથે જ મીટર લગાવવામાં આવશે.આ યોજના પાછળ 43,033 કરોડ રૂપિયા ખર્ચાશે.તે માટે બજેટમાં સરકારે 33,453 કરોડની જોગવાઇ કરવી પડશે.બાકી રકમ અન્ય સંસાધનોથી એકત્ર કરાશે.પ્રોજેક્ટને મંજૂરી આપવાની પ્રક્રિયા જલદી શરૂ થશે. મંજૂરી બાદ રાજ્યની વીજ વિતરણ કંપનીઓ કોન્ટ્રાક્ટ આપશે.પ્રોજેક્ટ બે વર્ષમાં પૂરો થશે.

સાર્ક દેશો વચ્ચે વીજળી સહયોગ સમજૂતીને મંજૂરી

કેબિનેટે સાર્ક દેશો વચ્ચે વીજળી ક્ષેત્રમાં સહયોગ માટેની સમજૂતીને મંજૂરી આપી દીધી છે.સમજૂતી પર કાઠમાંડુમાં 26-27 નવેમ્બરે યોજાનાર સાર્ક શિખર સંમેલનમાં હસ્તાક્ષર થશે.તે ઉપરાંત સાર્ક વાહન સમજૂતીને પણ મંજૂરી અપાઇ છે.સાર્કના સભ્ય દેશો એકબીજાના માલવાહક અને યાત્રી વાહનોને પોતાને ત્યાં આવવાની મંજૂરી આપશે,પર્યટન ક્ષેત્રે પરસ્પર સહયોગ માટે ભારત અને નેપાળ વચ્ચે થનારી સમજૂતીને પણ મંજૂરી અપાઇ હતી.
Source By : Divyabhaskar

Releated Events