હવે તમારે ફરિયાદ નોંધાવા નહિં જવું પડે પોલીસ સ્ટેશને

07 Nov, 2014

સામાન્ય માણસને પોલીસ ફરિયાદ કરવી હોય તો ખુબ જ મુશ્કેલ બની જાય છે. મધ્યમવર્ગના લોકોને તો પોલીસ ફરિયાદ કરવી એ લોઢાના ચણાં ચાવવા જેટલું જ અઘરૂં છે. પરંતુ પોલીસ ફરિયાદને વધારે સરળ બને તે માટે પ્રયત્નો થઇ રહ્યા છે. પોલીસફરિયાદ હવે એટીએમમાંથી નાણાં ઉપાડવા જેટલી જ સરળ બનશે. બેંગાલુરૂ પોલીસે એક યોજના ઘડી છે જે ભુવનેશ્વરમાં હાલ સફળતાપૂર્વક ચાલુ છે. તમારી પાડોશમાં એટીએમ જેવા કિઓસ્કમાં જવાનું અને ત્યાં પ્રસ્થાપિત વીડિયો કેમેરા સમક્ષ તમારે તમારી ફરિયાદ બોલવાની. ફરિયાદ સ્વીકારનાર કેન્દ્ર પોલીસ કન્ટ્રોલરૂમને તમારી ફરિયાદની ક્લિપ મોકલી આપશે, જે તમારા નજીકનાં પોલીસસ્ટેશનને મોકલી અપાશે. દૃશ્ય-શ્રાવ્ય ફરિયાદ એફઆઈઆરમાં તબદીલ થશે અને ફરિયાદ મળી છે તેની સૂચના અને તપાસની સ્થિતિ રોજેરોજ જાણવા મળશે.

બેંગાલુરુમાં પોલીસ કિઓસ્કને કારણે ફરિયાદ નોંધાવતી વખતે થતી માનવીય દખલગીરી અને પ્રક્રિયામાં વિલંબ તેમજ હેરાનગતિ દૂર થશે. ભુવનેશ્વરમાં ઇન્સ્ટન્ટ કમ્પ્લેન લોજિંગ ઇન્ટરનેટ કિઓસ્કનાં પરિણામો ઉત્સાહપ્રેરક છે. આ વર્ષની શરૃઆતમાં ઓરિસ્સામાં રોજની પાંચ ફરિયાદ આ રીતે મળે છે. ઓરિસ્સાના આઈજીપી જોયદીપ નાયકે બેંગાલુરુની મુલાકાત લીધી હતી, તેઓ અને બેંગાલુરુના કમિશનર એમ. એન. રેડ્ડીએ આવાં મશીનો પ્રસ્થાપિત કરનારા સાથે મુલાકાત યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસમાં લોકોનો વિશ્વાસ વધે તે હેતુ છે. લોકો સામેથી ફરિયાદ નોંધાવતાં થશે. 28 ઓક્ટોબર એક સબઇન્સ્પેકટરે ફરિયાદ ન નોંધતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવેલા. મહિલાઓ સામેના વધતા ગુનાઓને ડામવા આવાં કિઓસ્ક કેન્દ્રો સફળ થશે તેવું હાલ જણાય છે.

Loading...

Loading...