USનાં 'ડાઉન ટાઉન' ને પણ ટક્કર મારશે ગુજરાતનું આ 'ગિફ્ટ સિટી'

18 Dec, 2014

આગમી મહિને જાન્યુઆરી ૨૦૧૫માં ગુજરાત વૈશ્વિક સ્તરે ચમકતું રહેશે, એક તો વિશ્વ પ્રવાસી દિવસનું આયોજન અહીં થઇ રહ્યું છે તો બીજી તરફ જાન્યુઆરી ૧૩-૧૫ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટ પણ એ જ વર્ષે યોજાવાનું છે. જેમાં યુએસ સહિતના દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતની એક ખાસ વાત એ પણ રહેશે કે નરેન્દ્ર મોદી સીએમ નહીં પરંતુ પીએમ તરીકે આ સમિટમાં હાજરી આપવાના છે. એ માટે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે ખાસ પીએમઓ ઓફિસ ઊભી કરવામાં આવી છે. ૨૦૧૩ના વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન પાટનગર ગાંધીનગર ખાતે ગિફ્ટ વનનું ઉદ્ધાટન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. યુએસના ડાઉન ટાઉનથી પ્રેરિત અને ૨૦૧૦થી આકાર પામી રહેલી ગિફ્ટ સિટી એક સ્માર્ટ સિટી તરીકે ડેવલોપ કરવામાં આવી રહ્યું છે અને અમુક વર્ષો બાદ દેશને ગુજરાત તરફથી આપવામાં આવેલી એક સ્માર્ટ ગિફ્ટ સાબિત થનારું છે.
 
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ૧૦૦ જેટલા સ્માર્ટ સિટીનું નિર્માણ કરવાની યોજના બનાવાઇ છે, જેમાં ગિફ્ટ સિટીનો પણ સમાવેશ છે. મોદીના કાર્યકાળમાં શરૂ થયેલા ગિફ્ટ સિટી પ્રોજેક્ટના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આગળ ધપાવ્યું છે અને ૨૦૧૫ના વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન ગિફ્ટ સિટી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગિફ્ટ સિટીના કોમર્સિયલ ટાવરને બીએસઇ બ્રોકર્સ ફોરમ માટે વિકાસાવવા આવી રહ્યો છે. બીએસઇ બ્રોકર્સ ફોરમ ઉપરાંત ગિફ્ટ સિટીમાં અન્ય વ્યવસાયોને પણ જમીન ફાળવવામાં આવી રહી છે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પૂરી પાડવામાં આવનારી છે.
 
ડાઉન ટાઉનથી પ્રેરિત છે ગિફ્ટ સિટી
 
લોસ એન્જલસમાં ડાઉન ટાઉન હાઇરાઇઝ બિલ્ડિંગ આવેલી છે, જેમાં કોર્પરેટ હાઉસિસની ઓફિસીસથી લઈને બેંકોની ઓફિસિસ હોય છે. 2013ના અભ્યાસ અનુસાર ડાઉન ટાઉનમાં ૫ લાખ જેટલા લોકોને નોકરીની તકો પૂરી પાડવામાં આવી છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કાર્યકર્તા હતા ત્યારે અમેરિકાના પ્રવાસે ગયા હતા, જે દરમિયાન તેમણે લોસ એન્જલસ ખાતે આ હાઇરાઇઝ બિલ્ડિંગ જોઇ હતી અને તેમના મનમાં ભારતમાં પણ આ જ પ્રકારની સિટીનું નિર્માણ કરવાનો વિચાર જન્મ્યો હતો.
 
ગિફ્ટ સિટીમાં ભારતની ટોચની બેન્કો ઉપરાંત ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ્સને જમીન ફાળવાઇ છે. તદ્ ઉપરાંત ગિફ્ટ સિટી, સ્માર્ટ સિટી તરીકે વિકસે એ હેતુસર વર્લ્ડ ટ્રેડ સેન્ટર, આઇસીએસસી સ્કૂલ, ટ્રેનિંગ સેન્ટર, બિઝનેસ હબ, રિટેલ મોલ, હોટલ અને રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટ્સ જેવી સુવિધા માટે પણ જમીનની ફાળવણી કરાઇ છે.

બિઝનેસ સ્ટ્રક્ચર
ગિફ્ટ સિટીના બિઝનેસ સ્ટ્રક્ચર અંગે વાત કરીએ તો મલ્ટિ સર્વિસ એસઇઝેડ, ડોમેસ્ટિક ફાયનાન્સ સેન્ટર, કોર્પોરેટ ઓફિસ, ટ્રેડ સેન્ટર, હાઉસિંગ અને સામાજીક સુવિધા, એસોસિએટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરાયો છે.
 
એસઇઝેડમાં પ્રોસેસિંગ અને નોન પ્રોસેસિંગ એરિયા ઉભા કરવામાં આવનારા છે. પ્રોસેસિંગ એરિયામાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર, ઇન્ટરનેશનલ ટેક્નો પાર્ક અને માર્કેટ ઝોન, કોમોડિટી એક્સચેન્જ, ગ્લોબલ ટ્રેડિંગ એક્સચેન્જ, કેપીઓ, બીપીઓ સર્વિસ, ડેટા સેન્ટર, ઓફશોર બેન્કિંગ જેવી સુવિધાઓ આપવામાં આવશે. જ્યારે નોન-પ્રોસેસિંગ એરિયામાં સંબંધિત કોમર્સિયલ અને ઓફિસ બિલ્ડિંગ, સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ અને રેસિડેન્સિયલ ફ્લેટ્સ, હોટેલ, રેસ્ટોરાં અને ફૂડ કોર્ટ, બિઝનેસ હોટેલ, શોપિંગ સેન્ટર, રિટેઇલ સ્ટોર્સ અને બેન્ક્સ, ફાયનાન્સિયલ સર્વિસ માટે ટ્રેઇનિંગ સેન્ટર, મેડિકલ સેન્ટર, એન્ટરટેઇમેન્ટ સેન્ટર અને થિયેટર જેવી સુવિધાઓ આપવામાં આવશે.
 
એસોસિએટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપવામાં આવનારી સોશિયલ સુવિધામાં શાળાઓ(આંતરરાષ્ટ્રીય અને સીબીએસઇ), ક્લબ, હોટેલ્સ, એક્ઝિબિશન સેન્ટર, હોસ્પિટલ, ટ્રેઇનિંગ સેન્ટર(લેંગ્વેઝ શાળા) અને એફોર્ડેબલ હાઉસિંગની સુવિધા છે.
 
ગિફ્ટ સિટીની બિલ્ડિંગ

ગિફ્ટ સિટીની બિલ્ડિંગ અંગે વાત કરવામાં આવે તો ૧૧૦ બિલ્ડિંગનું નિર્માણ થનારું છે, જેમાં ૧ સૌથી ઉંચી બિલ્ડિંગ હશે જેની ઉંચાઇ ૪૦૦ મિટર રહેશે, ૨ બિલ્ડિંગ એવી હશે જેની ઉંચાઇ ૩૫૦ મિટરની આસપાસ હશે, ૧૮ બિલ્ડિંગની ઉંચાઇ ૧૫૦થી ૩૦૦ મિટર અને ૭૩ એવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે, જેની ઉંચાઇ ૧૦૦થી ૧૪૦ મિટર હશે. આ ઉપરાંત બે શાળાનું નિર્માણ થનારું છે.
 
રોકાણ માટે ગુજરાત શા માટે?

વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન વિવિધ દેશોના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ ગુજરાત આવશે અને રાજ્યમાં રોકાણ અંગે વિચારશે, ત્યારે અનેક લોકોના મનમાં એક પ્રશ્ન હંમેશા ઊભો થાય છેકે રોકાણ માટે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતને શા માટે પ્રાધાન્ય મળે છે, તો રાજ્યમાં પંરપરાગત વ્યસાયિક કોમ્યુનિટી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની ગ્રોથ ઇકોનોમી ૧૦ ટકાની આસપાસ છે. ગુજરાતમાં ટ્રેઇન્ડ મેનપાવર રહેલો છે, જેમાં સીએ અને કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવનારાઓની સંખ્યા વધારે છે. સ્ટોક માર્કેટમાં ગુજરાતનો ફાળો ૩૦ ટકાનો છે. તેમજ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં તમને જોઇએ એ પ્રકારનું વ્યવસાયિક વાતાવરણ મળી રહે છે.
 
ગિફ્ટ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ગિફ્ટ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે વાત કરીએ તો તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેમાં પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાને સુદ્રઢ બનાવાશે, વોટર સોર્સમાં નર્મદા મુખ્ય કેનાલ, વરસાદી પાણીનો સંગ્રહ, ૨૪ કલાક પાણી પુરવઠો, ગિફ્ટ સિટીની ફરતે નદી કિનારો, વેસ્ટ વોટરનું રિસાઇકલિંગની યોજના છે. ગિફ્ટ સિટીની સ્માર્ટ સિટી બનાવવા માટે બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ અને ટેક્નોલોજી, બિલ્ડિંગ અને સિસ્ટમ્સનું રિયલટાઇમ પર્ફોર્મન્સ, સેફ્ટી, સિક્યોરિટી અને એનવાયર્નમેન્ટનું બિલ્ટ અપની અપગ્રેડ ક્વોલિટી, અણધારી આફત સમયે ઇમરજન્સી સેવાઓ, સ્મૃદ્ધી સરોવર અને વોટરફ્રન્ટ ડેવલોપમેન્ટ જે ૧ કિ.મી લાંબુ અને ૭ મિટર ઉંડું હશે, ૭૫૦ મેગાવોટ વિજળી, ગિફ્ટ સિટમાં વિજ પુરવઠા માટે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ ઉપરાંત સ્માર્ટ ટ્રાન્સપોર્ટ જેવી સુવિધા આપવામાં આવનારી છે.
 
ગિફ્ટ સિટીમાં બીએસઇ ટાવર અને વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર

ગિફ્ટ સિટીના કોમર્સિયલ ટાવરને બીએસઇ બ્રોકર્સ ફોરમ માટે વિકાસાવવામાં આવશે. ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર(આઇએફએસસી) આ આઇકોનિક ફ્યુચરિસ્ટિક ગ્રીન ટાવરને બીએસઇ બ્રોકર્સ ફોરમના સભ્યો માટે હોસ્ટ કરશે. બીએસઇ ફોરમ આ ટાવરના સેટ અપ માટે 120 કરોડ રૂપિયા ખર્ચશે. ગુજરાતના નાણામંત્રી સૌરભ પટેલે કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીની ઉપસ્થિતિમાં એ અંગેનો અલોટ્મેન્ટ લેટર વાઇસ ચેરમેન આલોક ચુરિવાલાને આપ્યો હતો. ઉપરાંત ગિફ્ટ સિટીમાં ન્‍યૂયોર્ક જેવું વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર બનશે.યુએસએ સ્‍થિત એસોસિયેશનને આ હેતુ માટે એપોઇન્‍ટમેન્‍ટ લેટર આપવામાં આવ્‍યો છે. આ એસોસિયેશન વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર બાંધવા માટે ૬૦૦ કરોડનો ખર્ચ કરશે.

Loading...

Loading...