...તો માર્ક ઝુકરબર્ગ આવશે વાઇબ્રન્ટ સમિટમાં?

05 Nov, 2014

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ગુજરાતમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આઠમું પાર્ટનર કન્ટ્રી બન્યા બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય પ્રશાસન દ્વારા ફેસબુકના કો ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને જાન્યુઆરીમાં આયોજીત આ ઇવેન્ટ માટે આમંત્રણ પાઠવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અંગ્રેજી સમાચાર પત્ર ડીએનએના અહેવાલ અનુસાર ટોચના સૂત્રોએ એ વાતની પૃષ્ટિ કરી છેકે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના શક્ય તેટલા પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેથી ઝુકરબર્ગને આ ઇવેન્ટ માટે ગાંધીનગર લાવી શકાય. જો ઝુકરબર્ગ આ ઇવેન્ટમાં હાજરી આપે તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015નો સ્કેલ મોટો અને શ્રેષ્ઠ થઇ શકે છે, તેવું સૂત્રોએ ઉમેર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રશાસન વિભાગ દ્વારા તમામ 500 ફોર્ટ્યુન કંપનીઓના ચીફ એક્સિક્યૂટિવ ઓફિસર્સને આ સમિટ માટે આમંત્રિત કર્યાં છે, જોકે, તેમણે કોઇના પણ વ્યક્તિગત નામનો ઉલ્લેખ કર્યો નથી. બીજી તરફ ઝુકરબર્ગે ઓક્ટોબર મહિનામાં ભારતના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

Loading...

Loading...