વિદ્યાર્થીઓએ અલર્ટ કરતી સિસ્ટમ વિકસાવી: સ્માર્ટએગ્રો બોક્સ ખેડૂતોને સ્માર્ટ બનાવશે

03 Nov, 2014

વાતાવરણમાં થતાં ફેરફારોથી અને ખેતરમાં ઘૂસી જતાં પશુઓને કારણે ખેડૂતોને ખેતીમાં મોટાં પાયે નુકશાન વેઠવું પડે છે. ખેતીકામમાં પડતી તમામ મુશ્કેલીઓનો ઉકેલ હવે ખેડૂતોના હાથમાં છે. ખેડૂતો પોતાના સેલફોનમાંથી માત્ર એસએમએસ કરીને ખેતરની તમામ ગતિવિધિઓ પર નિયંત્રણ મેળવી શકશે. તેમજ ખેતર જમીનમાં રહેલું ભેજનું પ્રમાણ, તાપમાન, ડસ્ટનું પ્રમાણ સહતિ વાતાવરણની ખેતરમાં કોઇના પ્રવેશની જાણકારી પણ સેલફોનના માધ્યમથી દુનિયાના કોઇપણ ખૂણેથી મેળવી શકાશે.

ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી(ચારૂસેટ)ના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટ એગ્રી બોકસ તૈયાર કરવામાં આવ્યું છે જે હવે ખેડૂતોને સ્માર્ટ ખેડૂત બનાવશે.ચારૂસેટ સંલગ્ન એન્જિનયરિંગ કોલેજના કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિભાગના વડા ડો.અમતિ ગણાત્રા અને અસિસ્ટન્ટ પ્રોફેસર અશ્વિન મકવાણાના માર્ગદર્શન હેઠળ ધરેશ ખન્ના, નકિુંજ ગજ્જર અને અનિલ કાંતરિયાએ ‘સ્માર્ટ એગ્રોબોકસ’ની સિસ્ટમ વકિસાવી છે. આ વિશે ધરેશ ખન્નાએ જણાવ્યું હતું કે ‘ભારતમાં ખેતીલાયક જમીનની સરખામણીમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે.

ઇઝરાયેલ જેવા નાના દેશોમાં જમીન ઓછી હોવા છતાં કૃષિ ઉત્પાદન વધુ મેળવે છે. ઇઝરાયેલ જેવા દેશોમાં ખેડૂતો સાથે ઇર્ન્ફોમેશન ટેકનોલોજી (આઇટી) વિભાગ પણ કામ કરે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રમાં આઇટીનો ઉપયોગ ઘણો ઓછો થાય છે ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં કૃષિ વકિાસ દર ઘણો નીચો છે. કૃષકિ્ષેત્રમાં આઇટીનો ઉપયોગ કરવામાં આવે તો કૃષકિ્ષેત્રનો પણ વકિાસ થઇ શકે છે.’

ખેતીમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે ધરેશ ખન્નાએ જણાવ્યું હતું કે ‘ખેતી માટે વરસાદ, તાપમાન અને જમીનમાં ભેજનું પ્રમાણ મહત્વના પરિબળો છે. પરંતુ ખેતરમાં વરસાદ કેટલા પ્રમાણમાં વરસાદ પડ્યો, તાપમાન કેટલું છે, ભેજ કેટલો છે તેની ખેડૂતોને ચોક્કસ માહતિી ઉપલબ્ધ થતી નથી. કારણ કે હવામાન વિભાગ દ્વારા તાપમાન, વરસાદ કે ભેજના પ્રમાણની જાણકારી 50 કિમી કે એનાથી વધુ વિસ્તારની એક સમાન આપવામાં આવે છે. જેની સીધી અસર કૃષિ ઉત્પાદન પર પડે છે.

જેના કારણે ખેડૂતોને એમના ખેતરની ચોક્કસ માહતિી ઉપલબ્ધ થઇ શકે તેવી સિસ્ટમ સ્માર્ટ એગ્રો બોકસ તૈયાર કરી છે.’ ધરેશ ખન્નાના મતિ્ર નકિુંજ ગજ્જરે જણાવ્યું હતું કે ‘સ્માર્ટ એગ્રોબોકસમાં રહેલા રેઇન સેન્સરથી ખેતરમાં પડેલા વરસાદની ચોક્કસ માત્રા જાણી શકાશે. સોઇલ મોઇસ્ચર સેન્સરથી જમીનમાં રહેલા ભેજનું પ્રમાણ જાણી શકાશે. ભેજનું પ્રમાણ ઓછું હશે તો પાણી માટે મોટર આપોઆપ ચાલુ થઇ જશે અને ખેતીપાકને જરૂરી પાણી મળી ગયા બાદ મોટર આપોઆપ બંધ થઇ જશે.
 
આરએફઆઇડી સેન્સરથી ખેતરમાં કોઇ જાનવર કે પશુ આવી જશે તો તેની પણ જાણ મેસેજ અને કોલથી થશે. ડસ્ટ સેન્સરથી વાતાવરણમાં ડસ્ટનું પ્રમાણ પણ જાણી શકાશે. તેમજ ખેતરમાં તાપમાન અને ભેજના પ્રમાણની જાણકારી પણ મળશે.’ આ સિસ્ટમનું આણંદ કૃષિ યુિનવર્સિટી, સુરતની એસવીઆઇટી અને સુરત ખેતીવાડી વિભાગ ખાતે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ માટે દસ હજારનો ખર્ચ થયેલાં છે.આ સિસ્ટમના પગલે ચરોતર સહતિ આસપાસના પંથકના ખેડૂતો ઘરે બેઠાં ખેતર પર નજર રાખી શકશે.

સ્માર્ટ એગ્રો બોકસ શું છે ?
ધરેશ ખન્નાએ જણાવ્યું હતું કે ‘સ્માર્ટ એગ્રો બોકસ એક મોબાઇલ ટેકનેાલોજી છે. જેમાં જીએસએમ મોડ્યુલ, સીમકાર્ડ અને જુદાં-જુદાં સેન્સરનો ઉપયોગ કરીને સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. સિસ્ટમમાં રેઇન સેન્સર, મોઇસ્ચર સેન્સર, આરએફઆઇડી સેન્સર અને ડસ્ટ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’