હિલેરી ક્લિંટને નરેન્દ્ર મોદીના સફાઇ અભિયાનના વખાણ કર્યા...

03 Nov, 2014

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફાઇ અભિયાનના વખાણ સાત સમુદ્ર પારથી પણ થઇ રહી છે. અમેરિકાની પૂર્વ વિદેશી મંત્રી હિલેરી ક્લિંટને મોદીના સફાઇ અભિયાનના ભારો ભાર વખાણ કર્યા છે. હિલેરી ક્લિંટને જણાવ્યું કે વિશ્વની અર્થવ્યવસ્થાને ઝડપથી પટરી પર લાવવા માટે મહિલાઓ વધારેમાં વધારે ભાગીદારી નોંધાવે. એટલું જ નહીં ભારતમાં મહિલાઓ સાથે જોડાયેલ સમસ્યાઓના પણ નિદાનના સંબંધમાં હિલેરીએ મોદી સાથે વાતચીત કરી.

તેમણે જણાવ્યું કે વધારે માત્રામાં મહિલાઓની ભાગીદારી હશે અને સમાન કામ માટે તેમને સમાન ચૂકવણી કરવામાં આવશે ત્યારે અમેરિકન અર્થવ્યવસ્થાની સાથે દુનિયા ભરની અર્થવ્યવસ્થા પણ ઝડપથી વિકાસ કરશે.

હિલેરીએ ગુરુવારે જણાવ્યું કે 'હાલમાં જ મે મારા પતિની સાથે ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેઓ સ્વચ્છતા જેવી પાયાની વાતો પર ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ જણાવ્યું કે જીડીપી અનુમાનોના આકલન અનુસાર જો અમે મહિલા શ્રમ શક્તિની ભાગીદારીને પુરુષો સમકક્ષ કરી શકીશું ત્યારે વિકસિત દેશોમાં આવતા 15 થી 20 વર્ષોમાં જીડીપીમાં 8, 9, 10 ટકાનો વધારો નોંધાઇ શકે છે. અલ્પ વિકસિત દેશોમાં આ 30થી 40 ટકા સુધી થઇ શકે છે.'

હિલેરીએ જણાવ્યું, 'જેટલી સંખ્યામાં મહિલાઓ છે, તેમની તુલનામાં શૌચાલય ઉપલબ્ધ નથી. છોકરી જ્યારે મોટી થઇ જાય છે ત્યારે શાળામાં શૌચાલયનો અભાવ હોવાના કારણે તેઓ શાળા જવાનું બંધ કરી દે છે.' તે અંગે વિચાર કરે. નિશ્ચિતપણે ત્યાં બાળકોના દેખભાલ માટે પણ કોઇ સારી વ્યવસ્થા નથી.

Loading...

Loading...