National

વિદેશોમાં હિટ છે આ 5 સર્વિસ આઇડિયા, ઇન્ડિયામાં શરૂ કરી થઇ શકે છે કમાણી

એવા તમામ બિઝનેસ છે, જે પહેલા વિદેશમાં શરૂ થયા અને પછી ભારતમાં. ખાસ કરીને ઇ-કોમર્સ બિઝનેસનો કોન્સેપ્ટ આ જ પ્રકારનો છે. આ જ રીતે ઘણી અન્ય સર્વિસ આઇડિયા છે, જે હાલ વિદેશમાં હીટ છે. આવા ખાસ સર્વિસ આપવા માટે ત્યાં બાકાયદા કંપનીઓ સર્વિસ પ્રોવાઇડરની રીતે લિસ્ટેડ છે. ભારતમાં પણ ઝડપથી આવી સર્વિસની ડિમાંડ વધી રહી છે. જો આપ આ પ્રકારના આઇડિયા પર કામ કરો છો,તો ફ્યૂચરમાં મોટી કંપની ઉભી કરી શકો છો. મનીભાસ્કર આપને જણાવી રહ્યું છે આવી જ 5 સર્વિસ આઇડિયાઝ અંગે.

 
પર્સનલ શોપર
 
પર્સનલ શોપર આપને શોપિંગમાં મદદ કરે છે. જયારે આપ કિંમતી સામાનની ખરીદી કરવા જાઓ છો,તો આવા લોકો એડવાઇઝરની રીતે કામ કરે છે. આપ આ ટેલેન્ટની સાથે કોઇ શોરૂમમાં કામ કરી શકો છો કે પછી પોતાની કંપની શરૂ કરી શકો છો. આવી સર્વિસ આપનારા લોકો બે રીતે કમાણી કરી શકે છે. પ્રથમ તેઓ જે સ્ટોરમાં પોતાના ગ્રાહકોને લઇ જાય છે, તેઓ તેને સામાનના વેચાણમાં હિસ્સો આપે છે. બીજું ગ્રાહકની પસંદની જગ્યાએ જવાથી શોપર સલાહની ફી લે છે. વિદેશોમાં આ પ્રકારનું કામ કરનારા લોકો દુકાનદાર પાસેથી કુલ કમાણીના 15 ટકા લે છે. આ કામમાં એવા લોકો સફળ થાય છે. જેમને ન કેવળ બ્રાન્ડસની ઓળખ હોય છે પરંતુ તેઓ મોલભાવ પણ કરી શકે છે. જેટલી વાર આપ આપના ગ્રાહકને સારી કિંમતે સારો માલસામાન ખરીદવામાં મદદ કરો છો. આપના માટે નવા ગ્રાહકની સંભાવનાઓ એટલી જ વધી જાય છે. આ કામની સૌથી સારી વાત એ છે કે જો તમે શોપર એક્સપર્ટ સાબિત થાઓ છો તો આપ કોઇ મોટી વ્યક્તિની સાથે કોન્ટ્રાકટ કરી શકો છો.
 
હાઉસ સિટિંગ
 
વિદેશોમાં હાઉસ સિટિંગ ઘણી સફળ સર્વિસ છે. આ એવી સર્વિસ હોય છે જેમાં કોઇ સર્વિસ પ્રદાતા કોઇ વ્યક્તિની ગેરહાજરીમાં કેટલાક સમય માટે તેના ઘરની સારસંભાળ કરે છે. જેનાથી ઘરમાં ચોની ડર સમાપ્ત થઇ જાય છે. પાલતુ જાનવર કે વડીલોની દેખભાળ પણ થઇ જાય છે. આ સર્વિસને લીધા બાદ લોકોને બહાર ફરવાનો સમય મળી જાય છે. બદલામાં કસ્ટમર પ્રતિદિનના હિસાબે નાણાં આપે છે. આના માટે કોઇ ડિગ્રીની જરૂર નથી કે ન તો કોઇ મોટા મૂડિરોકાણની જરૂર. તમારે ફકત વાતચીતની રીત અને ઘરને સંભાળવાની જવાબદારી આવડવી જોઇએ. સાથે જ આપની પાસે એવું સર્ટિફિકેટ હોવું જોઇએ જેથી ગ્રાહક આપની ઉપર ભરોસો કરી શકે. અમેરિકાની કંપની ના જણાવ્યા અનુસાર દિવસમાં સર્વિસ આપવા માટે તેમના કર્મચારીઓને 25-30 ડોલર અને 24 કલાક દેખરેખ રાખવા માટે 50 ડોલર મળે છે.
 
ઓફિસ પ્લાન્ટ સર્વિસ
 
જો આપને બાગકામનો થોડોગણો પણ શોખ છે તો આપ આપના આ શોખને સફળ બિઝનેસમાં ફેરવી શકો છો. આજકાલ ઓફિસ, મોલ બધી જગ્યાએ બાગકામનો ખ્યાલ રાખવામાં આવે છે. આ પ્રકારની સર્વિસ માટે કંપનીઓ એક્સપર્ટ લોકોને હાયર કરે છે. આપ પણ આના માટે કોઇ નર્સરી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. સાથે જ લેન્ડસ્કેપ ડિઝાઇનની જાણકારી લઇ શકો છો. પ્લાન્ટ સર્વિસ છોડનું મેનેજમેન્ટ છે જેમાં સર્વિસ પ્રોવાઇડર નર્સરી અને પોતાના પ્રોજેકટ વચ્ચે આ રીતે તાલમેલ બનાવે છે કે તેના પ્રોજેકટમાં હંમેશા લીલા અને સુંદર છોડ દેખાય છે. પ્લાન્ટ સર્વિસ માટે ઘણાં પૈસાદાર લોકો કોન્ટ્રાકટ કરે છે. પરંતુ હાલ તો ધનવાનો કે મલ્ટીનેશનલ કંપનીઓ જ લેન્ડસ્કેપ આર્ટિસ્ટ હાયર કરે છે. પ્લાન્ટ સર્વિસ કંપનીઓ પ્રોજેકટની સાઇઝના હિસાબે ચાર્જ કરે છે. આપ નાના સ્તરે શરૂઆત કરી શકો છો. 
 
સ્પેસલાઇઝડ બ્લોગર-રિસર્ચર
 
જો આપ કોઇ કંપનીની પ્રોડકટ કે સર્વિસને રિવ્યૂ કરો છો અને કંપનીને લાગે છે કે તેનાથી ટાર્ગેટ કસ્ટમર વધી શકે છે. તો આપના માટે કમાણીનો રસ્તો ખુલી શકે છે. ગેઝેટ, મૂવી, ટ્રાવેલના બ્લોગ ભારતમાં જામી ચૂકયા છે. પરંતુ હેલ્થ, સિસ્ટમ ટેસ્ટિંગ, ટેકનોલોજી જેવી પ્રોડકટ બનાવનારી કપનીઓના આમાં ચાન્સિસ ઓછા છે. આમ તો માર્કેટિંગ માટે કંપનીઓ પોતાના એડ કેમ્પેન પર ભરોસો નથી કરતી, બ્લોગર પાસેથી પણ મદદ માંગી શકે છે. જો તમે ગંભીરતા પૂર્વક કંપનીની સાથે કંપનીની પ્રોડકટ અને કસ્ટમર ડિમાંડને સમજી શકો છો તો કંપની આપનો સંપર્ક કરશે. 
 
વર્ચુઅલ આસિસ્ટન્ટ
 
વર્ચુઅલ આસિસ્ટન્ટનો અર્થ ઇન્ટરનેટ, મોબાઇલ અને આધુનિક ઉપાયો દ્ધારા ક્લાઇમેટને મદદ કરવાનો છે. ઘણી વાર તેમાં સર્વિસ પ્રોવાઇડર અને ક્લાયન્ટ પરસ્પર ફકત નેટ કે મોબાઇલ દ્ધારા જ જોડાયેલા હોય છે. આપ ફકત એક સ્માર્ટફોનની મદદથી વર્ચુઅલ આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કરી શકો છો. આ કામનો વ્યાપ ઘણો મોટો છે. આપ ક્લાયન્ટના ફોન, મેલની જવાબદારી ઉપાડી શકો છો. નાના પ્રોજેકટના બજેટ પર નજર રાખી શકો છો. પર્સનલ ઇન્વેસ્ટમેન્ટની જવાબદારી લઇ શકો છો. વેબ ડિઝાઇનથી લઇને એવું કંઇપણ કામ જેમાં આપને મહારથ પ્રાપ્ત હોય વર્ચુઅલ આસિસ્ટન્ટની રીતે ઓફર કરી શકો છો. આ આ કામને પોતાના સ્તેર શરૂ કરી શકો છો. કે પછી વર્ચુઅલ આસિસ્ટન્ટને એક સાથે જોડીને પોતાની કંપની તૈયાર કરી શકો છો. 
 

Releated News