હવે તમે મહિલાઓનું અપમાન કર્યું તો સમજો ગયા કામથી

28 Nov, 2014

દિન-પ્રતિદિન મહિલાઓ સામે અત્યાર અને અપમાનના કિસ્સાઓ વધતા જાય છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર પણ વધારે ચિંતામાં જોવા મળી રહી છે. મહિલાઓને કામ કરવાના સ્થળ ઉપર થતા અપમાન કે અન્ય પ્રકારના અત્યાચારની મહિલાઓના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે. જાણવા મળ્યા પ્રમાણે નોકરી કે વ્યવસાય કરતી મહિલાઓની સુરક્ષા માટે સરકારે કાયદામાં સંશોધન કર્યુ છે નવા સંશોધન - સુધારા બાદ મહિલાઓના સ્વાસ્થ્ય પર અસર પડી શકે તેવા અપમાનજનક વર્તનને હવે યૌન શોષણ સમાન ગણાશે. મતલબ કે મહિલાઓનું અપમાન કરનાર સામે રેપનો આરોપ પણ લાગી શકે છે.

જનશિકાયત અને પેન્શન મામલાના કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ લોકસભામાં આજે આ જાણકારી આપી હતી. જેના અંતર્ગત સેવા નિયમાવલીને યૌન શોષણના દાયરામાં રાખવામાં આવી છે. સાથે સાથે કચેરીઓને મહિલાઓ માટે વધુ અનુકૂળ બનાવવા માટે આ નિયમાયલીમાં સુધારા કરાયા છે. આ નિયમાવલી મુજબ કાર્યસ્થળે મહિલાઓના કામકાજમાં હસ્તક્ષેપ કરવો કે ધમકી આપવી અથવા તેના માટે શત્રુતાપૂર્ણ માહોલ બનાવવો એ બધું યૌન શોષણ બરાબર માનવામાં આવશે. સરકારે આ કદમ કાર્યસ્થળ પર મહિલાઓનું જાતીય શોષણ અટકાવવા માટે લીધું છે.

આ નવા સુધારાથી હવે આશા છે કે આ કાયદા અંતર્ગત જાતીય શોષણના વિભિન્ન અપરાધોના માટે દંડ અંગે પણ સ્પષ્ટતા થશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સિવિલ સેવા નિયમાવલી - 1964 મુજબ મહિલાના શરીરને સ્પર્શ કરવું કે યૌન સંબંધ બનાવવાનો આગ્રહ કે એવી કોઇ ટીપ્પણી કરવી કે અશ્લિલ તસવીરો બતાવવી કે એવી કોઇ પણ શારીરિક કે મૌખિક હરકત જાતીય શોષણના દાયરામાં આવશે. આ નિયમ તમામ સરકારી વિભાગ, ઉપક્રમ, સંસ્થા, કાર્યાલય શાખામાં લાગું પડશે.