જાન્યુઆરીમાં આવશે RUPAY ક્રેડિટ કાર્ડ, માસ્ટર અને વીઝા કાર્ડને મળશે પડકાર.

05 Oct, 2015

ભારતનું પોતોનું પેમેન્ટ ગેટવે RUPAYનું હવે ક્રેડિટ કાર્ડ લોન્ચ થવા જઈ રહ્યું છે. RUPAY ક્રેડિટ કાર્ડને જાન્યુઆરી 2016માં બજારમાં રજૂ કરવાની તૈયારી છે. ડેબિટ કાર્ડ બાદ ક્રેડિટ કાર્ડ શરૂ થવાથી તેની સીધી અસર ઇન્ટરનેશનલ પેમેન્ટ ગેટવે વીઝા અને માસ્ટર કાર્ડ પર થવાની છે. અત્યાર સુધી વર્ષ 2012માં લોન્ચ કરવામાં આવેલ RUPAYના ડેબિટ કાર્ડનો જ ઉપયોગ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ આવ્યા બાદ વીઝા અને માસ્ટર કાર્ડની જેમ RUPAY કાર્ડ પણ ઇન્ટરનેશનલ કાર્ડ તરીકે સ્થાપિત થઈ શકશે
 
જાન્યુઆરીમાં લોન્ચ કરવાની યોજના
 
સૂત્રો અનુસાર નેશનલ પેમન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇએલ)એ તેના માટે તૈયાર શરૂ કરી દીધી છે. જ વર્ષ 2016ની શરૂઆતમાં RUPAY ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી દેશે. તેના દ્વારા દેશમાં સસ્તા કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે. તે અંતર્ગત એનપીસીઆઇએલ તમામ પ્રકારની શ્રેણીમાં ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેના દ્વારા RUPAY ક્રેડિટ કાર્ડનો પીઓએસ મશીન, એટીએમ, આઇવીઆર સહિત અન્ય તમામ પ્લેટફોર્મ પર ઉપયોગ કરી શકાય.
 
પોતાનું પેમેન્ટ ગેટવે બનાવનાર ભારત છઠ્ઠો દેશ
 
વર્ષ 2012માં જ્યારે RUPAY કાર્ડ દ્વારા ભારતે ખુદના પેમેન્ટ ગેટવેની શરૂઆત કરી હતી, ત્યારે આમ કરનાર ભારત છઠ્ઠો દેશ બન્યો હતો. ભારત ઉપરાંત અમેરિકા, જાપાન, ચીન, સિંગાપોર અને બ્રાઝીલનું પોતાનું ખુદનું પેમેન્ટ ગેટવે છે. તેમ છતાં હાલમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર RUPAY કાર્ડ સ્વીકાર્ય નથી બની શક્યું. એક વખત ક્રેડિટ કાર્ડ લોન્ચ થયા બાદ RUPAY કાર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત થઈ શકશે.
 
શું થશે ફાયદો
 
ક્રેડિટ કાર્ડ આવ્યા બાદ કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં વધારો કરવાનું સરળ થઈ જશે. એવું એટલા માટે કારણ કે RUPAY કાર્ડના કારણે કેશલેસ ટ્રાન્ઝેક્શન સસ્તું થઈ શકશે. જેમ કે હાલમાં ડેબિટ કાર્ડ દ્વારા થઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે, ક્રેડિટ કાર્ડ દ્વારા થતું ટ્રાન્ઝેક્શન હાલમાં વીઝા અને માસ્ટરકાર્ડ દ્વારા જ કરવામાં આવે છે. જે ટ્રાન્ઝેક્શની પ્રક્રિયા પોતાના અન્ય દેશમાં ઉપલબ્ધ સર્વર દ્વારા કરે છે. તેના કારણે ભારતમાં બેંકોએ વધુ પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે. રૂપેકાર્ડના પેમેન્ટની પ્રક્રિયા ભારતમાં જ થશે, એવામાં બેંકોએ ઓછી ફી ચૂકવવી પડશે. ઉપરાંત ટ્રાન્ઝેક્શન ભારતમાં થવાથી તેમાં ઝડપ પણ આવશે.
 
અત્યાર સુધી 19 કરોડ RUPAY ડેબિટ કાર્ડ થઈ ગયા છે ઈશ્યૂ
 
એનપીસીઆઇલે અત્યાર સુધી જુદી જુદી બેંકો દ્વારા 19 કરોડ RUPAY ડેબિટ કાર્ડ ઈશ્યૂ કર્યા છે. તેના માટે તેની સાથે અત્યાર સુધી 44 કોમર્શિયલ બેંક અને 352 સહકારી બેંક અને 56 આરઆરબી જોડાઈ ગયા છે. સરેરાશ દર મહિને 70 લાખ RUPAY કાર્ડ ઈશ્યૂ થઈ રહ્યા છે. હાલમાં દેશમાં કુલ ડેબિટ કાર્ડમાંથી થનારા ટ્રાન્ઝેક્શનમાં RUPAY કાર્ડની ભાગીદારી 33 ટકા જેટલી છે.
 

Loading...

Loading...