રોહિતનો વર્લ્ડ રેકોર્ડ વન-ડેમાં 264 રન, બે વખત ડબલ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન : ભારતના 404 રન

13 Nov, 2014

રોહિત શર્માના 264 રન અને વિરાટ કોહલીના 66 રનની મદદથી ભારતે શ્રીલંકા સામેની ચોથી વન-ડેમાં 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 404 રન બનાવ્યા છે. ભારતે અંતિમ 5 ઓવરમાં 83 રન ફટકાર્યા હતા.

રોહિત શર્માએ શ્રીલંકા સામેની ચોથી વન-ડેમાં શાનદાર બેટિંગ કરતા 264 રન પુરા કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત વન-ડે ક્રિકેટમાં બે બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. અગાઉ રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 209 રન બનાવ્યા હતા. રોહિતે 173 બોલમાં 33 ફોર અને 9 સિક્સર સાથે 264 રન પુરા કર્યા હતા. રોહિતે વન-ડે ક્રિકેટનો હાઈએસ્ટ સ્કોર પણ નોંધાવ્યો હતો, તેણે સેહવાગના 219 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. સેહવાગે વેસ્ટ ઇન્ડીઝ સામે 219 રન બનાવ્યા હતા.

Loading...

Loading...