Gujarat

ગુજરાતનું ગૌરવઃ બેંગ્લોરમાં જીત્યા રૂરલ આઇટી ક્વીઝ ટ્રોફી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગુડ ગવર્નન્સ અને આઇટીને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓએ ગુજરાતને રાષ્ટ્રિય સ્તરે ગૌરવ અપાવ્યું છે. બેંગ્લોર ખાતે યોજાયેલી એક રુલર આઇટી ક્વીઝ સ્પર્ધામાં રાષ્ટ્રિય ટ્રોફીને જીતવા માટે વિવિધ રાજ્યોની કુલ છ મિક્સ ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. જેમાં ગુજરાતના સોનગઢના બે વિદ્યાર્થીઓ આ ટ્રોફીને જીતવામાં સફળ રહ્યાં હતા.

સાયન્સ સિટીના વડા નરોત્તમ સાહુએ જણાવ્યું છેકે, ગ્રામ્ય સ્તરે આઇટીનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે સોનગઢના યશ અને કાર્તિકે બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ રૂરલ આઇટી ક્વીઝ(રાષ્ટ્રિય ગ્રામીણ આઇટી)માં પ્રતિનિધિત્વ કરીને બન્ને રાષ્ટ્રિય ચેમ્પિયન બન્યા છે. તેઓ પ્રત્યેકને એક લાખ રૂપિયાનું ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.

સોનગઢની રત્નાશી ઉમારશી રામભૈયા ઇંગ્લિશ હાઇ સ્કૂલના સોફ્ટવેર એન્જીનર્સ કાર્તિક શાહ અને યશ પાસદે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની ટીમને આ સ્પર્ધામાં પાછળ છોડી દીધી હતી અને તમામ બાબતો પોતાના પક્ષમાં રહે તે માટે અથાગ મહેનત કરી હતી. આ સ્પર્ધામાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ, જેલી બાઇટ્સ ટેસ્ટિંગ ઓએસ, ટેક સેન્ડવિચ ટેસ્ટેડ સહિતના મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં ક્વીઝમાસ્ટર ગિરી બાલાસુબ્રમણ્યમ દ્વારા દરેક ટીમને પ્રશ્ન અને પાંચ ઓપ્શન આપવામાં આવતા હતા. જેમાં ટીમે ચાર સાચા જવાબો આપવાના હતા. આ સ્પર્ધામાં ગુજરાતે 45 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે છત્તીસગઢ 36 પોઇન્ટ સાથે રનર્સઅપ રહ્યું હતું. આ ક્વીઝ કોમ્પેટિશન ટીસીએસ અને કર્ણાટક રાજ્યના આઇટીબીટી સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત કરવામાં આવ્યા હતા.

Source By : Oneindia

Releated Events