દેશના નેકસ્ટ 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતના એક શહેરનો લાગ્યો નંબર, જગ્યા જાણવા કરો ક્લિક

15 Nov, 2014

કેન્દ્ર સરકાર પોતાના પ્રસ્તાવની ૧૦૦ સ્માર્ટ સિટીની યોજનામાંથી ઓછામાં ઓછી બે સિટીની અંતિમ યોજના પર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કામ શરૂ કરી શકે છે અને આ બંન્ને સ્માર્ટ સિટીનું નિર્માણ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર સાથે કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર મોદી સરકારે ઇન્ડસ્ટ્રિયલ અને પ પ્રસ્તાવિત ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર સાથે ઇન્ડસ્ટ્રિયલ સમૂહ બનાવવાનો નિર્ણય કર્યો છે જેમાં પ પ્રસ્તાવિત ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં દિલ્હી-મુંબઈ, બેંગલુરુ-મુંબઈ ઈકોનોમિક કોરિડોર, ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ, અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોરિડોર, ચેન્નાઈ-બેંગલુરુ એન્ડ ઇસ્ટકોસ્ટ ઈકોનોમિક કોરિડોર સામેલ છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અને પ્રમોશનના એડિશઅનલ સેક્રેટરી શત્રુઘ્ન સિંહે મુંબઈમાં આયોજિત ફિક્કી રિયલ એસ્ટેટ સમિટ દરમ્યાન પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિકાસ માટે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે અને પાંચ પ્રસ્તાવિત ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર સાથે ઈન્ડસ્ટ્રિયલ સમૂહને પણ વિકસિત કરવા માટેની યોજના બનાવી છે, જેનાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે કેટરિંગને ફાયદો થશે. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરની ચારે બાજુ ૨૨ લોકેશન હશે જેને સ્માર્ટ સિટી તરીકે વિકસિત કરવામાં આવશે.

સિંહે વધુમાં જણાવ્યું હતું કે આ યોજનામાં પ્રથમ ચરણમાં ૨૨માંથી ૭ જગ્યાઓને સામેલ કરવામાં આવશે અને આ યોજનાની શરૂઆત માટે જે બે જગ્યાઓ પસંદ કરવામાં આવી છે તેમાં ગુજરાતનું ધોલેરા અને મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક શેંદરા-બિદકીનનો સમાવેશ થાય છે, તે ઉપરાંત તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાની યોજના બનાવી હતી જેમાં આધુનિક સુવિધાઓ, શિક્ષણ અને રોજગાર ઉપલબ્ધ થશે.

Loading...

Loading...