આતંકવાદને આંચકો આપવા માટે મોદીનો નવો જડબેસલાક પ્લાન, વાંચીને થઈ જશો ફિદા

30 Oct, 2014

મોબાઇલ ફોન દ્વારા આતંકવાદી ઘટનાઓ અને જાણીતો લોકોને ફોન કરીને ખંડણી ઉઘરાવવાના કિસ્સાઓ ઉપર રોક લગાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સીમ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનો આદેશ આપ્યો છે.

હવે ટૂંક જ સમયમાં લોકોને નવું સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડની કોપી આપવી ફરજિયાત બની જશે. આ સિવાય જુના સીમ કાર્ડને પણ આધાર કાર્ડ સાથે જાડવાની યોજના ચાલી રહી છે. સુત્રોએ જણાવ્યું કે હાલમાં વડાપ્રધાને ભારતીય ખાસ ઓળખ નંબર ઓથોરીટી, ગૃહમંત્રાલય અને સંચાર મંત્રાલયના અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભારત ખાસ ઓળખ નંબર ઓથોરીટીના મહાનિર્દેશકે એક ખાસ પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.

આ બેઠક દરમ્યાન વડાપ્રધાને આધાર સંખ્યા કાર્યક્રમને શરૂ રાખવાની સલાહ આપી હતી. આની સાથે આ બેઠકમાં અધિકારીઓને સવાલ પણ કર્યો હતો કે શું સીમ કાર્ડને પણ આધાર કાર્ડ સાથે જોડી શકાય છે? આ પ્રસ્તાવ ઉપર કેટલાક અધિકારીઓએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ વડાપ્રધાને સ્પષ્ટ આદેશ આપતાં કહ્યું કે સીમ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટેની ફાઇનલ બ્યૂપ્રિન્ટ રજુ કરવામાં આવે.

સુત્રોનું કહેવું છે કે હાલમાં સીમકાર્ડ ખરીદવા માટે કોઇ પણ એક ઓળખાણનો પુરાવો આપવો પડે છે. ઘણી વખત આપવામાં આવતા ડોક્યુમેન્ટ સાચા છે કે નહી તેની વધારે તપાસની ઝંઝટમાં પડ્યા વગર જ દુકાનદાર સીમ કાર્ડ આપી દે છે. જ્યારે દેશના તમામ નાગરિકો આધાર કાર્ડ સાથે જોડાશે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતાં ગણતરીની મિનિટ લાગશે.

જ્યારે સીમ કાર્ડ માટે આધાર કાર્ડ ફરજીયાત બની જશે ત્યાર પછી મોબાઇલ ફોન દ્વારા અને જાણીતા લોકોને ફોન કરીને ખંડણી ઉઘરાવવાના કિસ્સાઓ ઉપર રોક લાગી જશે.