પટેલ પાવર: USમાં બનશે ઉમિયા માનાં ચાર મંદિર

03 Nov, 2014

વિશ્વ આખામાં પોતાનો ડંકો વગાડનારો પટેલ સમાજ હવે અમેરિકામાં પોતાના કુળદેવી ઉમિયા માતા પ્રત્યેની શ્રદ્ધાનાં મજબુત કેન્દ્રો ઉભો કરી રહ્યો છે. અમેરિકામાં રહેતા પાંચ લાખથી પણ વધુ પાટીદારો ભેગા મળીને એકથી વધુ સ્થળોએ ઉમિયા માતાનાં મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. આ તમામ મંદિરો દાનમાં મળેલી રકમથી જ ઉભા કરાઈ રહ્યા છે. જેના માટેનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.

અમેરિકામાં પહેલું ઉમિયા માતાનું મંદિર ૨ કરોડ ડોલરના ખર્ચે જ્યોર્જિયા રાજ્યના મેકનમાં ઉભું કરાયું હતું. હાલ અમેરિકામાં ચાર વધુ મંદિરોનું કામ ચાલી રહ્યું છે. આ તમામ મંદિર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના માર્ગદર્શન હેઠળ બનાવાઈ રહ્યા છે.

હાલમં ન્યૂ જર્સી અને બોસ્ટનમાં એક-એક મંદિર બની રહ્યા છે. જ્યારે, શિકાગો અને લોસ એન્જેલસમાં મંદિર માટે જમીન ખરીદવા વાટાઘાટ ચાલી રહી છે. આ તમામ મંદિર પાટીદારો પાસેથી મળેલા દાનમાંથી બનાવવામાં આવશે.

હોટેલીયર અને વિશ્વ ઉમિયા પાટિદાર સમાજના પ્રમુખ સી.કે. પટેલના જણાવ્યા અનુસાર, અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં પટેલોનું પ્રમાણ ૫૦ ટકા છે. ઉમિયા માતાજી અમારા કુળદેવી છે અને તેમના અમેરિકામાં બનનારા આ મંદિરો સમુદાયના લોકો વચ્ચેનું બંધન વધુ મજબૂત બનાવશે.

સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર,ઉમિયા માતાજીનો રથ ગુજરાતથી અમેરિકા લાગવવામાં આવ્યો હતો. જેથી અહીં રહેતા લોકો પોતાના કુળદેવીના દર્શન કરી શકે.

શ્રી ઉમિયા માતાજી સંસ્તાનના જનરલ સેક્રેટરી પ્રહલાદ પટેલના જણાવ્યા અનુસાર, આ મંદિરો પટેલોનું ધાર્મિક જ નહીં પરંતુ સામાજીક બંધન પણ મજબૂત બનાવશે. તમામ મંદિરોમાં લગ્ન તેમજ જ્ઞાતિ મિલન તેમજ અન્ય સામાજીક કાર્યો માટે કોમ્યુનિટી હોલ પણ બનાવાશે.

Loading...

Loading...