ભારતનું પહેલું અનોખું 'ડાર્ક રેસ્ટોરન્ટ-થિયેટર' ખુલ્યું અમદાવાદમાં

04 Nov, 2014

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં દેશનું પહેલું 'સીઇંગ ઇન ડાર્ક' રેસ્ટોરન્ટ-થિયેટર બ્લાઇન્ડ પિપલ્સ એસોસિએશન દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું છે. અત્રે આવનાર લોકોને જે લોકો જોઇ નથી શકતા તેમના જીવનમાં પ્રકાશ જ નથી માત્ર અંધારપટ જ છે, તેનો હુબહુ અનુભવ થાય છે.

બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા હાલમાં જ બનાવવામાં આવેલા આ રેસ્ટોરન્ટ પર દીવાર, જમીન, પરદા, અને ડાઇનીંગ ટેબલ અને પંગા તમામ કાળા રંગથી રંગાયેલા છે અને અત્રે આવનાર લોકો સુધી પ્રકાશનું એક કિરણ પણ ના પહોંચે તેવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

આ રેસ્ટોન્ટમાં આપને જાતે અંધારામાં શોધતા તમારા ટેબલ સુધી પહોંચવાનું હોય છે, અને તમારો ઓર્ડર આપવાનો હોય છે, આ ઉપરાંત કોઇ પ્રકાશ વગર આપે ભોજન પણ કરવાનું હોય છે. અહીં આપને આપની પ્લેટ પણ મુશ્કેલથી દેખાશે, તેમાં પિરસાયેલા વ્યંજનોની તો વાત જ અલગ છે.

અત્રે આપ 50 લોકોની સાથે બેસવાની ક્ષમતા વાળા કાળાડિબાંગ થિયેટરમાં ફિલ્મ જોવાનો આનંદ પણ લઇ શકો છો.

બીપીએના નિર્દેશક નંદની રાવલ કહે છે, 'આ વિચાર કોઇ નવો નથી. પશ્ચિમી દેશોમાં એવા રેસ્ટોરન્ટ છે. અમે ત્યાંથી આ વિચાર અપનાવ્યો છે પરંતુ ભારતમાં આ પ્રકારનું આ પહેલું રેસ્ટોરન્ટ છે.'

તેમણે જણાવ્યું, 'અમારો ઉદ્દેશ્ય બેવડો છે. જે સમાજમાં આપણે જોઇ રહ્યા છીએ કે અન્યોના પ્રત્યે સંવેદનાઓ ઓછી થઇ રહી છે, એવામાં અમે એવું ઇચ્છીએ છીએ કે અત્રે આવનાર તમામને એ અનુભવ થાય કે આંખો વગરનું જીવન કેવું હોય છે. આનાથી લોકોમાં તેમના પ્રત્યે સમજ વધી શકે છે જેમની આંખોમાં પ્રકાશ નથી.'

નંદનીએ જણાવ્યું કે 'બીજો ઉદ્દેશ્ય છે કે અમારા જેવા લોકો, જેમને તમામ સક્રિય અંગો ઉપહારમાં મળ્યા છે, આપણે તે લોકોને હળવામાં લઇએ છીએ. 'સીઇંગ ઇન ડાર્ક' એટલે અંધારામાં જોવાની અનુભુતીની સાથે અમે તે લોકોના વખાણ કરીશું અને ઇશ્વરનો આભાર વ્યક્ત કરીશું કે આપણા તમામ અંગ સારી હાલતમાં છે.' તેમણે જણાવ્યું કે આ રેસ્ટોરન્ટમાં આવનાર લોકોને ટ્રેઇન દ્રષ્ટિહીન લોકો સેવાઓ આપે છે.

Loading...

Loading...