Gujarat

માત્ર મહિલાઓ માટેની હેલ્પલાઇન ‘181’

અકસ્માત કે અન્ય બીમારીમાં દર્દીને તાકીદે હોસ્પિટલે પહોંચાડવા માટે શરૂ કરાયેલી 108 સેવાને મળેલી સફળતા બાદ તેને બેઇઝ બનાવી મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને તાકીદે મદદ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ મહિનાથી અભયમ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના ત્રણ શહેરમાં પ્રાયોગિક ધોરણે શરૂઆત બાદ હવે નજીકના દિવસોમાં જ રાજ્યભરમાં મહિલાઓ માટેની આ ખાસ 181 રેસ્કયુવાન દોડતી નજરે પડશે.

 મીડિયા કોર્ડિનેટર કાર્તિક મહેતાએ જણાવ્યું હતું કે, આ યાેજનાને પ્રાયોગિક ધોરણે ગાંધીનગર, અમદાવાદ અને સુરત શહેરમાં જ શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત મુશ્કેલીમાં મુકાયેલી મહિલા 181 નંબર પર ફોન કરે તે સાથે જ ખાસ રેસ્કયુવાન ફોન કરનાર મહિલા સુધી પહોંચી જાય છે. રેસ્કયુવાનમાં વાનનો ડ્રાઇવર પોલીસમેન હોય છે, તેની સાથે મહિલા કોન્સ્ટેબલ અને અભયમ હેલ્પલાઇનના મહિલા કાઉન્સિલર સાથે હોય છે. આ ત્રણ સભ્યોની ટીમ સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત મહિલાને સારવાર પૂરી પાડે છે. એટલું જ નહીં સમસ્યાનું નિવારણ અાવે તે માટે હેલ્પલાઇન દ્વારા ફોલોપ પણ લેવામાં આવે છે.

કેવા પ્રકારની મદદ મળશે

14.59 ટકા ઘરેલુ હિંસાના કેસમાં
9.17 ટકા મહિલાઓને લાભ આપતી યોજનાની માહિતી માટે
8.7 ટકા પાડોશીઓ પરેશાન કરતા હોય, નજીવી બોલાચાલી થતી હોય,
7.20 ટકા સતત ચિંતા રહેતી હોય કોઇ માર્ગ સૂઝતો ન હોય
5.22 ટકા કાનૂની સલાહ મેળવવા માટે,
3.67 ટકા હેલ્પલાઇન અંતર્ગત વિગતો મેળવવા,  
2.35 ટકા મારામારીની ઘટના વખતે,
3.74 ટકા ટેલિફોન રોમિયાનો ત્રાસથી મુક્ત થવા
1.68 ટકા પતિ કે પ્રેમીને અન્ય યુવતી સાથે સંબંધ હોય તેવા કિસ્સામાં.
 
કયા શહેરમાંથી કેટલા કોલ થયા

રાજકોટ 399
મોરબી26
જામનગર121
દ્વારકા17
પોરબંદર12
જૂનાગઢ165
સોમનાથ19
અમરેલી54
ભાવનગર136
સુરેન્દ્રનગર66

Releated News