ઘરના મુખ્ય દ્વારે કરો આ 1 ઉપાય, ચારેય બાજુથી થશે ધનલક્ષ્મીની વર્ષા!

24 Aug, 2015

ભારતીય વાસ્તુ વિજ્ઞાન ચાઈનીઝ ફેંગશુઈ તો ઘણું મળતું ભળતું છે. આ પ્રાકૃતિક શક્તિઓને વ્યક્તિ માટે ઉપયોગી બનાવવાની એક કલાત્મક પરંપરા છે. આપણે હમેશાં આપણા વડીલોથી કે અન્ય કોઈ રીતે સાંભળતા આવ્યા છે કે ઘરમાં શું રાખવું શુભ હોય છે અને શું રાખવું અશુભ. પરંતુ આપણે આ વાતોને અનુસરતા નથી, જેનું અયોગ્ય પરિણામ પણ ભોગવવું જ પડે છે. કેટલીક વાતોનું ધ્યાન અવશ્ય રાખવું જ જોઈએ. તેને અંધવિશ્વાસ માનીને અનદેખી કરવાથી અનેક ખરાબ પરિણામ ભોગવવા પડે છે.

તમારા ઘરનાં મુખ્ય દરવાજાનું મુખ જે દિશામાં હોય છે તેના આધારે જો વાસ્તુનાં થોડા ઉપાયો કરવામાં આવે તો તેનાથી તમારા ઘરમાં હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે. વાસ્તુશાસ્ત્ર હકારાત્મક અને નકારાત્મક સિદ્ધાંતો પર જ વધારે ભાર મુકે છે. જો કોઇ ઘરમાં વાસ્તુના દોષ હશે તો ત્યા નકારાત્મક ઊર્જા વધારે પ્રમાણમાં સક્રિય હશે. આ કારણે ઘરમાં માનસિક તણાવ અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. આ દોષોને દૂર કરવા માટે વાસ્તુનાં ઉપાયોને અપનાવવા જોઇએ. વાસ્તુશઆસ્ત્રનાં પ્રભાવથી વાતાવરણ હકારાત્મક બને છે જે ઘર માટે સુખકારી અને સમૃદ્ધિ આપે છે.

દરવાજાની પાસે પાણી રાખવું જોઇએઃ-
 
દરવાજાની પાસે પાણી રાખવું ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે. વિશેષ રૂપથી તેને ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ દિશા તરફ રાખવામાં આવે તો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પાણીનું પાત્ર ખૂબ જ સાવધાની સાથે રાખવું જોઇએ. આ પાત્રને દરવાજાની પાસે ડાબી બાજુએ રાખવું જોઇએ. જ્યારે ઘરમાં ઉભા હોવ અને બહારની બાજુ જોઇ રહ્યા હોય તો પાણીનું પાત્ર ડાબી બાજુએ દેખાય એ રીતે રાખવું જોઇએ. ભૂલથી પણ આ પાણીનું પાત્ર જમણી બાજુએ ન રાખવું જો જમણી બાજુએ પાત્ર હશે તો તેની વિપરિત અસર થઇ શકે છે. આવી ભૂલથી ઘરનો પુરૂષ કોઇ અન્ય મહિલા તરફ આકર્ષિત થઇ શકે છે. અથવા તો વૈવાહિક જીવનમાં કોઇ ત્રીજા વ્યક્તિનો પ્રવેશ થઇ શકે છે.
 
ભાગ્યની માટે રાખવો વાંસનો છોડઃ- 

 

ફેન્ગશુઈમાં લાંબુ આયુસ્ય મેળવવા માટે વાંસનો છોડ ખૂબ જ શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે. વાંસ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભરપૂર વૃદ્ધનું પ્રતિનિધિત્વ કરે છે અને કોઇપણ પ્રકારનો વાવંટોળ આવે તેનો સામનો કરવાનું સામર્થ્ય રાખવાનું પ્રતીક છે. આ છોડ સારા સ્વાસ્થ્યનું પ્રતીક પણ છે. આ છોડને ઘરમાં રાખવાથી સારા ભાગ્યનો સંકેત પણ આપે છે, આ માટે તમારે વાંસના છોડ અથવા તેનું ચિત્ર બનાવીને ઘરમાં રાખવામાં આવે તો ઘરને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ થાય છે.
 
ટેલિફોન અને ફેક્સ યોગ્ય સ્થાને રાખવાઃ-
 
ટેલિફોન અને ફેક્સ મશીન સંપર્ક સ્થાપિત કરનાર સાધન છે. આ સાધન દ્વારા બધી જ સુચનાઓ તમારા સુધી પહોંચે છે. જ્યારે જ્યારે તમારા ફોનની રીંગ વાગે છે ત્યારે તમે ઉત્તેજીત થઇ જાવ છો કે ક્યાં સમાચાર આવ્યા છે કે પછી કોઇને તમારી મદદની જરૂર છે. આવા ફોન પ્રત્યે આપણે સહાનુભૂતિ રાખે છે અને તમારા માટે જે સ્વાગતયોગ છે. ટેલિફોન અને ફેક્સની મશીનો ધાતુની બનેલી હોય છે. આ માટે જ્યા સુઘી બની શકે ત્યાં સુધી તેને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઇએ. કારણ કે ઉત્તર-પૂર્વ દિશા સહાયક વ્યક્તિઓનું ક્ષેત્ર છે અને આ ક્ષેત્રનું તત્વ ધાતુ છે.
 
કોઇ પણ દરવાજા પર અથવા દરવાજાની પાસે કેલેન્ડર ન લટકાવવુઃ-
 
કોઇપણ દરવાજા પર આગળ કે પાછળની બાજુએ અથવા દરવાજાના માર્ગમાં કેલેન્ડર ક્યારેય ન લટકાવવું જોઇએ, કારણ કે, દરવાજા ઉપર ખાસ કરીને મુખ્ય દરવાજા ઉપર કેલેન્ડર અથવા ઘડિયાળ લટકાવવી ઘરના સદસ્યોના આયુસ્ય માટે ખુબ જ ખરાબ છે. પ્રતિકાત્મક રૂપથી તેનો એ અર્થ થાય છે કે, તમારા જીવનના કેટલા દિવસો બાકી રહ્યા છે.
 
દક્ષિણ-પૂર્વ દિશામાં ધાતુની વસ્તુઓ અને કાતર ન રાખવીઃ-
 
દક્ષિણ-પૂર્વ દિશાનું તત્વ લાકડું છે. પાંચ તત્વોના વિનાશક ચક્ર મુજબ ધાતુ લાકડાને કાટ લગાડે છે, આ માટે આ ક્ષેત્રમાં કાતર અથવા ચાકુ જેવી ધારદાર વસ્તુ રાખવી આ ક્ષેત્રની ઉર્જાની માટે હાનિકારક છે. આ વસ્તુઓનો નકારત્મક પ્રભાવ સંપન્નતાના માર્ગમાં બાધક બને છે, કારણ કે આ ક્ષેત્ર સાથે જોડાયેલી જીવનની અભિલાષાની સંપત્તિ છે.
 
નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે અગરબત્તિઓઃ-
 
પ્રત્યેક ઘરમાં ભગવાનની પૂજા કરવા માટે ધૂપ અને અગરબત્તિઓનો પ્રયોગ કરવામાં આવે છે. અગરબત્તિઓની મોહક સુગંધથી આસપાસનું વાતાવરણ સુગંધિત થઇ બને છે. આ ખૂબ જ ઉપયોગી બને છે. કારણ કે, તેમાથી નકારાત્મક ઉર્જાઓ ધરાવનાર વાયુ શુદ્ધ થઇ જાય છે. ધૂપ કરવાથી સ્થાન પવિત્ર થઇ જાય છે અને મનને શાંતિ મળે છે. આ માટે જ, પ્રતિદિન અગરબત્તિ અને ધૂપ કરવી અતિ ઉત્તમ અને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Loading...

Loading...