ઓસ્ટ્રેલિયા પહોંચ્યા નરેન્દ્ર મોદી, બ્રિસ્બેન એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

14 Nov, 2014

10 દિવસની વિદેશ યાત્રા પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સફરના બીજા પડાવમાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. પહેલાં પીએમનું વિમાન બ્રિસ્બેન એરપોર્ટ પર ઉતર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં સામેલ થવા તથા ઓસ્ટ્રેલિયાઇ ટૉની એબેટની સાથે વાતચીત કરવા માટે બ્રિસ્બેન પહોંચ્યા.

વડાપ્રધાન મોદી બ્રિસ્બેનથી ક્વીંસલેંડ જશે. જ્યાં ક્વીંસલેંડ યૂનિવર્સિટીમાં તેમનો એક કાર્યક્રમ છે. અહીં તે વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ પોતાની હોટલ પરત ફર્યા બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટેનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન સાથે મુલાકાત કરશે.

શિખર સંમેલન બાદ, નરેન્દ્ર મોદી 16 થી 18 નવેમ્બર સુધી પોતાના દ્રિપક્ષીય પ્રવાસ હેઠળ સિડની, કેનબરા અને મેલબોર્ન જશે. નરેન્દ્ર મોદી વર્ષ 1986માં રાજીવ ગાંધી બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મોદી કેનબરામાં વડાપ્રધાન ટોની એબોટ સાથે પણ મુલાકાત કરશે. નરેન્દ્ર મોદી અને એબોટ બાદ ગત મહિને ભારતમાં મુલાકાત બાદ આ બંને વચ્ચે બીજી બેઠક થશે.

એબોટ ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉંડમાં મોદી માટે ભોજનું આયોજન કરશે. નરેન્દ્ર મોદી સંઘીય સંસદની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ એકદિવસીય પ્રવાસ પર ફિજી જઇને બીજા દિવસે સ્વદેશ પરત ફરશે.