ગુજરાતનું સૌથી મોટું સિદ્ધિ વિનાયક મંદિર: કેવી રીતે કરી ગણપતિની સ્થાપના

30 Oct, 2014

 દેશનું સૌથી મોટું સિદ્ધિવિનાયક મંદિર ગુજરાતના વાત્રક નદીનાં કાંઠે મહેમદાવાદ - ડાકોર માર્ગ નજીક બન્યું છે જે શ્રદ્ધાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભાદરવા સુદ ચોથના દિવસે સિદ્ધિ વિનાયક મંદિરે ઈકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપનની સાથે દસ દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી વાજતે ગાજતે શ્રીજી સવારીઓ નીકળી હતી અને મંડપમાં પ્રતિમાઓની હર્ષોલ્લાસથી સ્થાપના કરવામાં આવી હતી. આ શુભ કાર્ય માટે સંસ્થાએ નાના-નાના અને આજુબાજુના ગામડાઓ મુલાકાત લઇને તેમને દર્શનના લાભ માટે જાગૃત કર્યા હતાં. જેના પરિણામ રૂપે સિદ્ધિવિનાયક મંદિરમાં આજે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને ભાવિકો દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન જોર શોરથી કરવામાં આવ્યું હતું.

સિદ્ધિવિનાયક મંદિરના મુખ્ય સંચાલક નરેન્દ્ર ભાઇ પુરોહિતે દિવ્યભાસ્કર.કોમને જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ગણપતિ વિસર્જનનું આયોજન પુરા હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા આ કાર્ય માટે કોઇ પણ પ્રકારનું દાન કે ભેટ સ્વીકારવામાં આવી નથી અને સંસ્થા દ્વારા જુદાજુદા ગામની મુલાકાત લઇને લોકોને જાગૃત કર્યા હતા અને તેના પરિણામે આજે સિદ્ધિવિનાયક મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં જાણે મેળા જેવું વાતાવરણ હોય તેમ લાગી રહ્યું હતું.

મંદિરની સ્થાપનાનું આ પ્રથમ વર્ષ છે, આથી અમે આસપાસના લોકોમાં હિંદુ ધર્મ પ્રત્યે આસ્થા જાગે અને ગામડામાં રહેલા દૂષણો દૂર થાય તે હેતુથી આ સમગ્ર આયોજન કર્યુ છે. જો કોઇ ગામના લોકો મોટી મૂર્તિ‌ લાવવા ઇચ્છતા હોય તો આ નાની મૂર્તિ‌ની મંગલમૂર્તિ‌ તરીકે સ્થાપના થશે. અમે દરેક ગામમાં ગણેશ સ્થાપન કરીશું, ત્યાં પૂજારી દસ દિવસ સુધી સવાર-સાંજ સેવા-પૂજા, આરતી કરશે. તેની તમામ વ્યવસ્થા મંદિર જ કરશે.’

સિદ્ધિ વિનાયક મંદિરની શું છે વિશેષતા

- ૭૧ ફૂટ ઊંચી પ્રતિમા
- ૬,૦૦,૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં મંદિર બનશે.
- મંદિરની લંબાઇ ૧૨૦ ફૂટ, ઊંચાઇ ૭૧ ફૂટ, પહોળાઇ ૮૦ ફૂટ
- મૂર્તિની સ્થાપના જમીનથી ૫૬ ફૂટ ઊંચાઇએ થશે
- ગાર્ડનમાં ફૂલોનો વિશિષ્ટ સ્વસ્તિક બનાવવામાં આવ્યો
- સિદ્ધિ વિનાયક મંદિર, મુંબઇની જ્યોત રહેશે
- ૫૦ બસ, ૫૦૦ કાર સહિતનાં વાહનો માટેનું પાર્કિગ
- લિફ્ટ અને રેમ્પની સગવડ

ભારતમાં સૌથી મોટું પાંચ માળનું સિદ્ધી વિનાયક મંદિર ગુજરાતના આંગણે બની રહ્યું છે. સિદ્ધી વિનાયક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 3થી 5 તારીખ સુધી રાખવામાં આવેલી છે. 24 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સિદ્ધી વિનયાક મંદિરની જ્યોત યાત્રા મુંબઈથી મહેમદાવાદ આવશે. આ મંદિરનાં સુપ્રસિદ્ધ વિનયાક મંદિરમાંથી જ્યોત લાવવામાં આવી છે.

આ મંદિર નિર્માણનું કાર્ય સંપન્ન થતાં સિદ્ધી વિનાયકનું મુંબઈ મંદિરથી જ્યોત લાવીને થયો એ આનંદનો દિવસ 5-2-2014નો. એટલું જ નહીં મંદિરનું બેજોડપણું જોતાં એમ પણ કહી શકાય કે પ્રતિષ્ઠા દિવસની નોંધ ભવિષ્યનાં ઈતિહાસમાં અચૂક થશે.
 

આ સિદ્ધી વિનાયક મંદિરનું નિર્માણ ૬,૦૦,૦૦૦ સ્ક્વેર ફૂટમાં કરવામાં આવ્યું છે. સિદ્ધી વિનાયક મંદિરની લંબાઈ 120 ફૂટ, ઊંચાઈ 71 ફૂટ અને પહોળાઈ 80 ફૂટ જેટલી છે. જ્યારે મંદિરમાં મૂર્તિની સ્થાપના જમીનથી 56 ફૂટ ઊંચાઈએ હશે.  આ મંદિરનો શિલાન્યાસવિધિ 7 માર્ચ 2011ના રોજ કરવામાં આવ્યો હતો જે જમીનથી 20 ફૂટ ઊંડે કરવામાં આવ્યો છે.

આ વિશાળ બેજોડ અને કલાત્મક મંદિરમાં ભોંયતળિયે દસ હજાર સ્ક્વેર ફૂટનો સભા મંડપ અને પહેલાં માળે પણ વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે એટલો જ વિશાળ સભામંડપ પણ છે. મૂર્તિની સ્થાપના જમીનથી 65 ફૂટ ઊંચાઈ, એવાં મંદિરમાં જવા માટે લીફ્ટ અને રેમ્પની પણ સગવડ છે. નરેન્દ્ર પુરોહિતે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મંદિર સંકુલનું વાતાવરણ કુદરતે બક્ષેલી હરિયાળી અને નવા પ્લાન્ટેશનથી વધુ આહ્લાદક બન્યું છે.

આજે મંદિરના સંકુલમાં રોપાયેલાં રુદ્રાક્ષ, બિલી કેસુડો, બોરસલ્લી, અશોકવૃક્ષ, ખજૂરી-નારિયેળી, કદમ, ચંદન સેવન અને શીમળાનાં સેંકડો નવા વૃક્ષો શ્રદ્ધાપૂર્વણ ઉછેર થઈ રહ્યો છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે વિશાલ પાર્કિગ સ્પેસ લઈને દરેક બાબતે સુવ્યુવસ્થિત આયોજન સાથે અસ્તિત્વમાં આવી રહ્યું છે. સિદ્ધિ વિનાયક મંદિરનાં આકર્ષકે પ્રવેશ દ્વાર અને મંદિરની વચ્ચે વિશાળ બગીચો તો તૈયાર થઈ ગયો છે. બગીચાની વિશાળ લોનમાં ગણપતિદાદાના પ્રતિકરૂપ ફૂલોનો વિશાળ સ્વસ્તિક બનાવવામાં આવ્યો છે. અહીં આકાર પામનારા અલગ અલગ પ્રકારનાં ફુવારાથી સમગ્ર સંકુલ અને બગીચાની શોભાને ચાર ચાંદ લાગી ગયેલ છે.

આ સ્થળ પસંદ કર્યું એની પાછળ ઠોસ કારણો છે. શ્રી ગણેશની સ્થાપના માટે વિધિ વિધાન મુજબ નદી કિનારો જરૂરી છે. એ ઉપરાંત તે સ્થળે સફેદ આંકડો પણ હોવો જોઈએ અને તે સ્થળ જાહેર માર્ગ ઉપર હોવું જોઈએ.  અમદાવાદથી ડાકોર જવાના પદ માર્ગ પર વેત્રવતી એટલે કે વાત્રક નદીના કિનારે આશરે 6 લાખ સ્ક્વેર ફૂટમાં આકાર પામેલ સિદ્ધિ વિનાયકનું આ મંદિર સ્થાપના થયેલ છે. અહીંના યુવકોએ આ મંદિર નિર્માણના પગલે 500 યુવાનોની સિદ્ધિ વિનાયક સેના પણ બનાવી છે. સિદ્ધિ વિનાયક મંદિરની જ્યોત મુંબઈથી આવી છે તે અમદાવાદમાં ૨૪ અને ૨૫ જાન્યુઆરીનાં રોજ આવી હતી.

 

Loading...

Loading...