આનંદો... આ મોબાઇલ કવર સેકંડોમાં પ્રિન્ટ કરી આપશે તમારો સેલ્ફી

18 Nov, 2014

એક ફ્રેન્ચ કંપની સ્માર્ટફોનનું એક એવું કવર બનાવી રહી છે જે સેકન્ડોમાં તમારા ફોનમાં ખેંચાયેલી સેલ્ફીને પ્રિન્ટ કરી દેશે. 'પ્રિન્ટ' નામની કંપની આ સ્માર્ટફોન કવર બનાવ્યું છે જેની અંદર પ્રિન્ટર પણ છે. આ મોબાઇલ કવર સ્માર્ટફોનથી બ્લૂટૂથથી એટેચ રહેશે અને લગભગ 50 સેકન્ડમાં ફોટો પ્રિન્ટ કરી દેશે. ટેકનિકલ નિષ્ણાતો જેમણે આ પ્રિન્ટર વાળુ કવર બનાવ્યુ તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં ફોટો પ્રિન્ટ કરવાનો સમય ઘટાડીને 30 સેકન્ડ કરી દેવામાં આવશે.

હાલ આ કવરમાં 1 પેપર શીટ આવે છે અને એક વારમાં એક જ ફોટો પ્રિન્ટ થઇ રહી છે પણ ટૂંક સમયમાં તેની કેપેસિટી વધારીને 30 શીટ સુધી કરી દેવામાં આવશે.

પ્રિન્ટ કંપની આ સ્માર્ટફોન કવર પર છેલ્લા એક વર્ષથી કામ કરી રહી છે અને આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં બજારમાં લોન્ચ કરી દેશે. આકવરની કિંમત 99 ડોલર(લગભ 6,000 રૂપિયા) રાખવામાં આવી છે. હાલ આ કવર 4 ઇંચ સ્ક્રીન વાળા સ્માર્ટફોન માટે બનાવવામાં આવ્યા છે પરંતુ ટૂંક સમયમાં મોટી સાઇઝના સ્માર્ટફોન માટે પણ પ્રિટર વાળા કવર બનાવવા જઇ રહી છે.

Loading...

Loading...