Facebookમાં આવી રહી છે નવી સુવિધાથી તમને પડી જશે મજા

20 Dec, 2014

ફેસબુકનાં કોઈ લોકલ પેજ પર તમે એક્ટિવ હો તો ખ્યાલ આવશે કે અહીંયાં લોકો પોતાની પ્રોડક્ટ, સેવા અથવા તો કોઈ વસ્તુની લે-વેચ કરતાં હોય છે. આ ફીચર જોયા પછી એક વાત નક્કી થઈ ગઈ છે કે ફેસબુક હવે ચોક્કસ ગ્રૂપમાં વસ્તુ વેચવા કે ખરીદવા માટેની સુવિધા પૂરી પાડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેસબુક હવે ગ્રૂપસેલનું ફીચર એડ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, જો ખરેખર તેમ થશે તો ફેસબુકની મદદથી વસ્તુની લે-વેચ થઈ શકશે. નેક્સ્ટ વેબના અહેવાલ પ્રમાણે કેટલાક ફેસબુક યૂઝર્સે સેલ સમથિંગનું બટન જોયાની વાત કરી હતી.

લોકોએ જણાવ્યું કે આ બટન રાઇટ પોસ્ટ બટન પછીનું બટન છે. આ બટન પર ક્લિક કરતાંની સાથે જ એક ફોર્મ ખૂલે છે. આ ફોર્મમાં વસ્તુનું નામ, તેની કિંમત, તેની અન્ય માહિતી ભરવાની હોય છે, તે સિવાય વસ્તુના ફોટા એટેચ કરવાની તથા વસ્તુ પિકઅપ અને ડ્રોપ કરવાની જગ્યાઓ વિશે પણ માહિતી આપવાની હોય છે. આ પ્રક્રિયા પૂરી થયા પછી પોસ્ટ ક્લાસિફાઇડ લિસ્ટિંગમાં જાય છે. આ દ્વારા સામેની વ્યક્તિને ફોર્મની તમામ વિગતો જોવા મળે છે. પેમેન્ટ કેવી રીતે અને ક્યાં કરવાનું તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

ફેસબુકે જણાવ્યું કે, માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા સાચી છે. ફેસબુક દ્વારા સેલ સમથિંગ નામના ફીચર્સને ટેસ્ટિંગ માટે મૂકવામાં આવ્યું હતું. આ દ્વારા વ્યક્તિ પોતાની પ્રોડક્ટ વેચી અથવા તો બીજાની પાસેથી કંઈખ ખરીદી શકે છે, જે ગ્રૂપ પર સેલિંગ કોમ્યુનિટી એક્ટિવ છે તેમના પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ફેસબુકે આ પેજમાં હેલ્પ લિંક પણ રાખી હતી જેમાં સ્પષ્ટતા કરી હતી કે ખરીદ-વેચાણ પાછળ ફેસબુકની કોઈ જવાબદારી રહેશે નહીં.

Loading...

Loading...