National

સાવધાન, આ મેસેજને સેવ કરતા જ WhatsApp એકાઉન્ટ થઇ જાય છે Hack

 વૉટ્સઅપ વાપરનારા યૂઝર્સ માટે માઠા સમાચાર છે. જરા સાવધાન થઇ જાવ, કૉમ્પ્યુટર સિક્યુરિટી ફર્મ ચેક પોઇન્ટે માહિતી આપી છે કે લગભગ 200,000 યૂઝર્સના WhatsApp એકાઉન્ટ હેક થઇ શકે છે. એટલે કે તમારા પર્સનલ ફોન નંબરથી ડેટાની ચોરી થઇ શકે છે. 

 
WhatsAppની વેબ સર્વિસ જે કોઇ યૂઝર્સ બ્રાઉઝર પર સ્માર્ટફોન એપની મદદથી મેસેજિંગ માટે ઉપયોગ કરે છે તેના પર હકર્સ એક્ટિવ છે. સિક્યુરિટી ફર્મના અનુસાર હેકર્સ તરફથી તમારા WhatsApp  પર એક મેસેજ આવશે. આ મેસેજ ફોન નંબર ડિલર અથવ તો કોઇ અન્ય નામથી હોઇ શકે છે. તે તમને બીજા અન્ય કૉન્ટેક્ટનું vCard સેન્ડ કરશે અને તમે તેના પર જેવું ક્લિક કરશો ત્યારે તમારું WhatsApp અચાનક Hack થઇ જશે.
 
ઉદાહરણ તરીકે, તમે WhatsAppનો ઉપયોગ કૉમ્પ્યુટર પર કરી રહ્યા હોય ત્યારે તમને ફોન ડિલરના તરફથી એક મેસેજ આવશે. જેમા પુછવામાં આવશે કે શુ તમને એન્જેલિના જૉલીનો નંબર જોઇએ છે. તમે જેવો રિપ્લાય હા કરશો, ત્યારે તમને એન્જેલિના જૉલીનો vCard કૉન્ટેક્ટ નંબર સેન્ડ કરી દે છે. જેના પર ક્લિક કરતાની સાથે જ તમારુ WhatsApp એકાઉન્ટ Hack થઇ જશે. 
 

Releated News