ભારતમાં પહેલીવાર આવી રહી છે આવી બાઇક, બુકિંગ શરૂ

28 Nov, 2014

જાપાનીઝ વાહન નિર્માતા કંપની કાવાસાકી ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પોતાની એ બાઇકને લોન્ચ કરવા જઇ રહી છે, જેને તાજેતરમાં જ આયોજીત થયેલા ઇઆઇસીએમએ 2014 પર ડિસપ્લે કરવામાં આવી હતી. આ બાઇક કાવાસાકી વર્સેઝ 1000 છે. આ શ્રેણીની આ પહેલી બાઇક છે, જેને ભારતમાં લોન્ચ કરવામાં આવી રહી છે. કાવાસાકીએ આ પહેલા માત્ર નિંજા અને ઝેડ સિરીઝની બાઇક ભારતીય ઓટો બજારમાં ઉતારી હતી. કંપની તરફથી આ બાઇક માટે 6 લાખ રૂપિયામાં એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કાવાસાકી વર્સેઝ 1000 એક ટ્યૂરર અને સ્ટ્રીટ બાઇકનું મિશ્રરૂપ છે, જે યુવાનોને આકર્ષિત કરશે. પહેલી જ નજરે પસંદ આવનારી આ બાઇકને જ્યારે ડિસપ્લે કરવામાં આવી તો બધાની નજર તેના પર ટકી ગઇ હતી.

આ બાઇક દેખાવે ઘણી જ આકર્ષક અને એગ્રેસિવ લાગે છે. કાવાસાકીએ પોતાની આ વર્સેઝ 1000 બાઇકમાં 1043 સીસી લિક્વિડકૂલ્ડ એન્જીન આપ્યું છે. આ 120 બીએચપીનો પાવર અને 102 એનએમ ટાર્ક જનરેટ કરે છે. કંપનીએ તેમાં થ્રી મોડ કેટીઆઇઆરસી ટ્રેક્શન સિસ્ટમ અને ફુલ તથા લો એન્જીન મેપ આપ્યો છે. આ ઉપરાંત તેમાં 17 ઇંચા વ્હીલ અને 180-155 સાઇઝના પહોળા ટાયર આપ્યા છે. જેના કારણે આ બાઇકનો ઉપયોગ ઓફ રોડ બાઇક તરીકે પણ કરી શકાય છે.

કાવાસાકીની આ બાઇક ભારતમાં સુપર વૈભવી બાઇક્સમાની એક હશે, જેમાં ત્રણ સેગ્મેન્ટની બાઇક્સના ફીચર એક સાથે આપવામાં આવી રહ્યાં છે, જોકે કંપનીએ હજી સુધી તેની કિંમતનો ખુલાસો કર્યો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છેકે આ બાઇકની કિંમત 13થી 15 લાખ રૂપિયાની વચ્ચે હશે, ફીચર અને પરફોર્મન્સના મામલે આ બાઇક ટ્રાયમ્ફ ટાઇગર 800 એક્સસી, સુઝુકી વી સ્ટોર્મ 1000 જેવી બાઇક્સને તગડો પડકાર આપવાની છે.

Loading...

Loading...