Gujarat

નાબાર્ડે ગુજરાતને આપી આટલી મોટી ગીફ્ટ જેનાથી થશે ખેડૂતોને ફાયદો!

નાબાર્ડે ગ્રામીણ આધારભૂત વિકાસ નિધિ અંતર્ગત ગુજરાત સરકારને 309.092 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ રકમથી સરદાર સરોવર પરિયોજનાના પ્રથમ અને દ્વિતિય-એ ચરણના કમાંડ ક્ષેત્રમાં 4525 કિ.મીની ભૂમિગત પાઇપલાઇન નાંખવામાં આવશે. આ પરિયોજના સરદાર સરોવર નર્મદા નિગમ બે વર્ષમાં અમલમં મુકશે. આ વિશે માહિતી આપતા નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક મુકેશ કુમાર મુદગલે જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેર સિંચાઇ પ્રણાલીનો ફાયદો અંતરીયાળ ખેડૂતોને પહોંચાડવા માટે આ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે.

આ પરિયોજના ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર જેવા 11 જિલ્લામાં લાગુ કરવામાં આવશે. આ યોજનાથી 1,75,790 હેક્ટરની ખેતીલાયક જમીનને સિંચાઇની સુવિધા મળશે. આશરે 2000 ગામોના ચાર લાખ લોકોને આ લાભ મળશે. વર્ષ 1995-96થી સ્થાપિત આ નિધિથી ગુજરાત સરકારને રૂા.14,432.63 કરોડની મંજૂરી આપી છે. જેમાંથી રૂા. 11,829.79 કરોડનો ઉપયોગ કરાવમાં આવ્યો છે.

નાબાર્ડે ગુજરાત સરકારને ભંડારણ આધારભૂત સુવિધા નિધિ અંતર્ગત પણ રૂા.450.36 કરોડ રૂપિયાના ઋણની મજૂરી આપી છે. આ પરિયોજનામાં ગુજરાતના 19 જિલ્લામાં 55 સ્થોળ નવા ગોડાઉન અને સંબંધિત આધારભૂત સુવિધાઓના નિર્માણ કરવામાં આવશે. જેનાથી 4,43,500 મેટ્રિક ટનની વધારે સંગ્રહ ક્ષમતા ઊભી થશે. આ પરિયોજના અંતર્ગત ઊભા કરવામાં આવેલા ગોડાઉનમાં કૃષિ વસ્તુઓ અને બીજનો સંગ્રહ કરવામાં આવશે.

Releated News