National

નવવધૂ માટે સફેદ રંગ કેમ અશુભ હોય છે?

 સફેદ રંગઃ આમ છતાં હિન્દુ ધર્મમાં લોકો સફેદ રંગને નવવધુથી દૂર રાખવાની સલાહ આપે છે. તમે જોયું હશે મોટાભાગના હિન્દુ પરિવારોમાં નવવધૂને સફેદ રંગના વસ્ત્રો પહેરાવવામાં નથી આવતા. તો શુભ વિવાહમાં પણ સફેદ રંગના વસ્ત્રો પહેરવામાં નથી આવતા.

 
પણ આવું કેમઃ શું હમેશાથી જ સફેદ રંગ શુભ કાર્યો માટે નિષેધ જ રહ્યો છે? તમને જણાવી દઈએ કે હિન્દુ શાસ્ત્રોમાં ક્યાંય પણ સફેદ રંગનો નિષેધ કરવાની વાત નથી કરવામાં આવી. આ માત્ર માન્યતા છે અને તેની પાછળ પણ કોઈ આધાર નથી.
 
હિન્દુ ધર્મગ્રંથઃ શાસ્ત્રો અને હિન્દુ ધર્મગ્રંથોમાં રંગ નિર્મળતા અને કોમળતાનું પ્રતિક માનવામાં આવે છે. સફેદ રંગને અશુભ માનવો માત્ર રૂઢિવાદી માનસિકતાને પ્રગટ કરે છે તેની પાછળ કોઈ તર્ક નથી.
 
સાસરામાં પ્રવેશઃ તમને વિશ્વાસ નહીં થાય કે કેટલાક દશક અગાઉ લાલા જોડામાં સજ્જ થયેલી નવવધૂ જ્યારે તેના સાસરે પહોંચે ત્યારે તેનું પહેલુ પગલું રાખતી હતી ત્યારે તેને સફેદ ઓઢણી ઓઢાળીને પ્રવેશ કરવવામાં આવતો હતો.
 
સ્વચ્છ હ્રદયઃ તેનો અર્થ એ વાત સાથે કરવામાં આવે છે કે જ્યારે વહુ સાસરામાં પહેલું ડગ માંડે છે ત્યારે નિર્મલ અને સ્વસ્છ હ્રદયની સાથે લક્ષ્મીનું રુપ બનીને આવે છે.
 
આજે પણ યથાવત છેઃ આજે પણ ઘણાં સમુદાયો અને ગ્રામિણ વિસ્તારોમાં જ્યારે પણ સ્ત્રી વિવાહ પછી આવે તો સાસરામાં પહેલું ડગ માંડે તે પહેલા તેને સફેદ ચૂંદડી ઓઢાળવામાં આવે છે.
 
સરસ્વતી દેવીઃ સફેદ રંગની મહત્વતા તમે આ વાતથી જ સમજી શકો કે જ્ઞાનની દેવી સરસ્વતીને પુસ્તકો, વાર્તાઓ અને સિરિયલોમાં ક્યારે પણ જોઈ લેજો તેઓ હંમેશા સફેદ વસ્ત્રોમાં જ નજરે પડશે.
 

Releated News