Gujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 6 દરવાજા સોનેથી મઢાયા: થયું ઉદ્ધાટન

વડતાલ સ્થિત જગપ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા સદગુરુ સ્મૃતિ મહોત્સવ દરમિયાન આજે સવારે વડતાલ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ 1008  આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તેમન સંપ્રદાયના વરિષ્ઠ સંતોના વરદ હસ્તે મંદિરના છ સુવર્ણદ્વારનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં સંતો-ભક્તોની પાવન ઉપસ્થિતિમાં મંગલ ઉદ્દઘાટન થયું ત્યારે ભગવાન સ્વામિનારાયણના જયઘોષ સાથે વાતાવરણમાં ગૂજી ઉઠ્યું હતું.
 
વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ જૂના વિરાટકાય કાષ્ટના દરવાજાઓને છેલ્લા બે મહિનાથી સુવર્ણથી મઢવાની કામગીરી ચાલતી હતી. આ દરવાજાને સોનેથી મઢવા માટે આઠ કિલો સોનું તથા 80 કિલો જેટલી ચાંદી વાપરવામાં આવી છે. નદીયાદના કુશળ કારીગરોએ ખંતથી મહેનત કરી આ દ્રારને તૈયાર કર્યા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભૂમેલ પરિવાર તેમજ વડતાલ મંદિરના યોગદાનથી આ દરવાજાનું તૈયાર કરવામાં આવ્યા હતાં.

 

Releated News