નવા વર્ષ 2015માં આ પાંચ શનિવારની તારીખો તમને પાક્કુ નવાઇ પમાડશે !!

02 Jan, 2015

દેશમાં લોકો વર્ષ 2015ને આવકારવા માટે થનગની રહ્યા છે ત્યારે વર્ષ 2015માં આવનાર પાંચ શનિવારની તારીખ જોઇ તમે દંગ રહી જશો. અલબત્ત, 2015માં શનિવારની સાથે અજબ સંયોગ સાથે જોડાયેલા પાંચ શનિવારે એપ્રિલ, જૂન, ઓગસ્ટ, ઓકટોબર અને ડિસેમ્બરમાં આવે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આ શનિવાર જે-તે મહિનાના અંક સાથે આવે છે.


વર્ષ 2015 માં પાંચ શનિવારની તારીખોનો અનોખો સંયોગ જોવા મળ્યો છે. વર્ષ દરમિયાન આવનાર આ પાંચ શનિવારની તારીખો નવાઇ પમાડનાર છે. ચાર એપ્રિલે શનિવાર છે અને મહિનાનો અંક પણ ચાર છે. 6 જૂનની વાત કરીએ તો 6 તારીખે પણ શનિવાર છે અને મહિનાનો આંક પણ 6 આવે છે. 8 ઓગસ્ટે પણ શનિવાર છે અને મહિનાનો અંક પણ 8 નો છે. તો વળી, ઓકટોબર મહિનાની વાત કરીએ તો 10 ઓકટોબરે શનિવાર છે અને તે મહિનાનો અંક પણ 10 છે. આ પ્રકારે 12 ડિસેમ્બરે શનિવાર આવે છે. આ પણ મહિનાનો આંક 12 છે.

આ અંગે જ્યોતિષનું કહેવું છે કે, 2015માં સરખી સંખ્યાવાળા મહિનામાં જે મહિનો આવે છે, તેની તારીખ જેમ કે, 4 એપ્રિલ શનિવારે ચંદ્ર મુખ્ય હસ્ત નક્ષત્રની યૂતિ બની રહી છે. તે દરેક પ્રકારના રોગોના ઘોવાણ કરવાવાળી યૂતિ બની રહી છે. આ દિવસનો મૂલાંક પણ આઠ છે, જો કે, શનિ પ્રધાન છે. 6 જૂને સૂર્ય પ્રધાન જે શિક્ષણ ગ્રહણ કરનાર વિદ્યાર્થીઓ માટે અનુકૂળ છે, કારણ કે આ દિવસનો મૂલાંક ત્રણ છે અને ગુરુ પ્રધાન છે.

આ પ્રકારે આઠ ઓગસ્ટનો સૂર્ય પ્રધાન કૃતિકા નક્ષત્ર છે અને આ દિવસનો મૂલાંક સાત છે. જો કે, કેતુ પ્રમુખ છે.આ દિવસ દેવું માફી માટે અનુકૂળ છે. આ પ્રકારે 10 ડિસેમ્બરે શુક્ર પ્રધાન છે. જ્યારે પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર છે. આ દિવસનો મૂલાંક બે છે અને ચંદ્ર પ્રધાન છે. આ દિવસ સૌદર્ય સંબંધી ખરીદી માટે સારો છે. જ્યારે 12 ડિસેમ્બરે કેતુ પ્રધાન મૂલ નક્ષત્ર છે અને આ દિવસનો મૂલાંક 6 છે અને શુક્ર પ્રધાન છે. એક રીતે જોવા જઇએ તો આ દિવસ પારિવારિક એકતા બનાવવા માટે ઉત્તમ છે.

શનિવારના સંયોગો...

4-4-2015 - શનિવાર

6-6-2015 શનિવાર

8-8-2015 શનિવાર

10-10-2015 શનિવાર

12-12-2015 શનિવાર