National

ટૂંક સમયમાં બજારમાં આવશે મારુતિની આ 4 કાર, જાણો શું હશે કિંમત

  દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ટૂંક સમયમાં ભારતીય બજરમાં સ્ટાઈલિશ અને શાનદરા કાર લોન્ચ કરશે. કંપની તરફથી કોમ્પેક્ટ એસયૂવી અને એક પ્રીમિયમ હેચબેક કાર રજૂ કરવામાં આવશે. આ કાર લુક અને માઈલેજમાં કંઈક ખાસ હશે. તેમાંથી કેટલીક કાર વર્ષ 2015ના અંત સુધીમાં આવી જશે. ભાસ્કર તમને ઓટો વિશેષ સીરીઝમાં આજે આ ચાર કારની જાણકારી આપી રહ્યું છે. 


આવો નજર કરીએ મારુતિની આ 4 કાર પર...

સ્વિફ્ટ ડિઝાયર AMT

આ વર્ષની શરૂઆતમાં કંપનીએ સ્વિફ્ટ ડિઝાયરનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું. હવે કંપની ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (એએમટી)થી સજ્જ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર લોન્ચ કરશે. હાલમાં આ કાર માત્ર ડીઝલ મોડલરમાં જ ઉપલબ્ધ હશે. હાલમાં કંપનીની જે સ્વિફ્ટ કાર છે, તેમાં પેટ્રોલ વર્ઝન 4-સ્પીડ પારંપરિક ઓટોમેટિક ગિયરબોક્સ છે. આ જ ગિયરબોક્સ ડિઝાયર એએમટીમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં 1.3 લિટરનું ડીઝલ એન્જિન સાથે આવશે જે મેન્યુઅલ ડીઝલ વર્ઝનમાં પણ હશે. 

સંભવિત લોન્ચઃ ઓક્ટોબર 2015માં 
સંભવિત કિંમતઃ 6.50 લાખ રૂપિયાથી શરૂ
 
---
 
મારુતિ સુઝુકી વેગનઆર 7-સીટર

મારુતિ સુઝુકીની બીજી સૌથી વધુ પસંદ કરાતી કાર વેગનઆરને થોડા ફેરફાર સાથે બજારમાં ઉતારશે. આ કાર 7-સીટર હશે, જે કંપનીની પ્રથમ સબ-કોમ્પેક્ટ એમપીવી હશે. આ 7 સીટર કારમાં કે-સીલીઝનું 1 લિટર એન્જિનનો ઉપયોગ થશે, જે નિયમિત હેચબેક મોડલમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે કાર ક્યારે લોન્ચ કરવામાં આવશે તેને લઇને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. કહેવાય છે કે, આ કાર આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષે દિલ્હીમાં યોજાનારા ઓટો શોમાં રજૂ થઈ શકે છે. આ કારની સ્પર્ધા નિસાનની ડેટસન ગો પ્લસ સાથે થશે. 

સંભવિત લોન્ચઃ 2015ના અંતમાં
સંભવિત કિંમતઃ 4.5થી 6 લાખ રૂપિયા 
 
---
 
મારુતિ સુઝુકી વિટારા કોમ્પેક્ટ એસયૂવી

મારુતિની આ કાર સૌથી પહેલા 2014માં પેરિસ મોટરશોમાં જોવા મળી હતી. વિટારા આઇવી-4નું પ્રોડક્શન મોડલ છે. કંપની વિટારાને ભારતમાં આવતા વર્ષે લોન્ચ કરી શકે છે. કહેવાય ચે કે, મિની એસયૂવી પસંદ કરનારાઓ માટે આ કાર ઘણી ફાયદાકારક સાબિત થશે. 

સંભવિત લોન્ચઃ 2016ની શરૂાતમાં
સંભવિત કિંમતઃ 7થી 10 લાખ રૂપિયા
 
---
 
મારુતિ સુઝુકી વાઈઆરએ હેચબેક

આ મારુતિ સુઝુકીની ભારતમાં પ્રથમ પ્રીમિયમ હેચબેક કાર હશે. આ કારને જીનીવા 2015માં થયેલ ઓટો એક્સ્પોમાં પ્રથમ વખત કોન્સેપ્ટના રૂપમાં જોવા મળી હતી. ભારતમાં આ કારની ટેસ્ટ ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. કંપની ત રફતી આ કારની લોન્ચિંગની આધિકારિક જાણકારી આપવામાં આવી નથી. જોકે તેનું પ્રોડક્શન-રેડી વર્ઝન 2016ના દિલ્હી ઓટો એક્સ્પોમાં જોઈ શકાશે. આ કારની સ્પર્ધા હન્યુન્ડાઈ આઈ20, ન્યૂ જનરેશન જેજ અને ફોક્સવેગન પોલો સાથે થશે. 

સંભવિત લોન્ચઃ વર્ષ 2016ના પ્રથમ છ મહિનામાં 
સંભવિત કિંમતઃ 6થી 8 લાખ રૂપિયા
 
Source By : Divyabhaskar

Releated News