Gujarat

બોલિવૂડના ધામા: આજે માલવણમાં બિગ બી અને દીપિકા પાદુકોણની ફિલ્મ શૂટિંગ

હિન્દી ફિલ્મ પીકૂનું શૂટિંગ કલકત્તામાં યોજાયા બાદ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, દીપીકા પાદુકોણ અને ઇરફાનખાન સહિતના કલાકારો આજે શૂટિંગ માટે અદ્યતન કેમેરા સહિતના શૂટિંગ કાફલા સાથે માલવણ ખાતે આવી રહ્યાં છે.  ત્યારે રસ્તા ઉપર અને ગીતનું શૂટિંગ યોજાશે. ત્યારે આ શૂટિંગ માટે બે –ત્રણ દિવસનું રોકાણ થાય તેવી શકયતા છે.  આ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત માલવણ ખાતે ગોઠવી દેવાયેલ છે.

 થોડા સમય અગાઉ  સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ખુશ્બુ ગુજરાત કી એડ કેમ્પેઇન અંતર્ગત ઘૂડખર અને પક્ષીઓ સાથે ત્રણ દિવસનું શૂટિંગ કરી ગયા હતાં. ત્યારે છ માસ બાદ તેઓ ફરી રણકાંઠામાં આવતા રણકાંઠાવાસીઓ ઝૂમી ઉઠ્યા છે.

Releated News