2005 પહેલાની 500ની ચલણી નોટો હવે બેંક પણ નહી લે!

28 Oct, 2014

નવી દિલ્હી, 27 ઓક્ટોબર: જો આપની પાસે 2005 પહેલાની 500 રૂપિયાની ચલણી નોટ હોય તો હવે તે માત્ર એક કાગળના ટૂકડા બરાબર રહી જશે, જો આપે યોગ્ય પગલા નહીં ભર્યા તો! હા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 જાન્યુઆરી 2015 બાદ આ નોટોને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકારે કાળા નાણા પર પકડ બનાવવાનો નિર્ણય લીધો હતો. સરકારે 2005 પહેલા છપાયેલા 500ની ચલણી નોટોને પરત લેવા માટે લોકોને 31 માર્ચ 2014 સુધીનો સમય આપ્યો છે.
નકલી નોટોના પ્રયોગને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો હતો. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ નોટોને પાછી કરવા માટે લોકોને વધું એક તક આપી છે. હવે 2005થી પહેલા 500ની નોટોને પરત કરવાની સમય મર્યાદા 31 માર્ચ 2014થી વધારીને 1 જાન્યુઆરી 2015 કરી દેવામાં આવી છે. નોટોને બદલવાની આ પ્રક્રિયા એક એપ્રિલથી શરૂ થઇ છે.
જોકે સરકારના આ નિર્ણયથી નકલી નોટોના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે અને સાથે સાથે જે લોકોની પાસે 500ની નકલી નોટ છે તે પોતે બેકાર થઇ જશે. આવા લોકોની પાસે નકલી નોટોથી બચવા માટે પ્લાસ્ટિક મની જેવા કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવા વિકલ્પ પહેલાથી જ ઉપલબ્ધ છે, જેના દ્વારા આપ નકલી નોટોના પ્રયોગ પર સરળતાથી પ્રતિબંધ લગાવી શકો છો.

Loading...

Loading...